ઉમરેઠમાં બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉમરેઠના પીપળીયા તળાવમાં એક 16 વર્ષનો બાળક ડૂબી જતા બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર જ્યારે બાળક તળાવમાં ડૂબી રહ્યો હતો ત્યારે આસપાસ ઉભેલા લોકોએ તેને બચાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તે બચી શક્યો નહીં.
ત્યાર બાદ ભારે જહેમત બાદ તેને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા અને અન્ય યુવકો પીપળીયા તળાવ પાસે રમવા આવ્યા હતા. ત્યારે ત્યાં એક માટીના ઢગલા પર પતંગ પડ્યો હતો. ત્યારે બાળક માટીના ઢગલા પર પડેલો પતંગ લેવા જાય છે. ત્યા
રે તે જ સમયે બાળકનો પગ લપસી જાય છે અને તે તળાવમાં ખાબકી જાય છે. બાળક તળાવમાં પડી હોવાની જાણ આસપાસના લોકોને થતા લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને બાળકને બહાર કાઢવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ બાળકને બહાર કાઢી શક્યા નહીં.
થોડાક સમય બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો અને 108 મારફતે ઉમરેઠ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા 16 વર્ષના બાળકનું નામ યજ્ઞેશ હતી. આ સમગ્ર ઘટના બનતા જ પરિવારજનોમાં અને સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment