કારખાનામાં લાગી ભીષણ આગ : 3 બાળકો સહિત એક વ્યક્તિ જીવતા સળગી ગયા – જાણો સમગ્ર ઘટના

Published on: 12:54 pm, Mon, 31 January 22

જયપુરમાં બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં ટર્પેન્ટાઈન ફેક્ટરીમાં આગ લાગતાં ત્રણ બાળકો સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારના રોજ બની હતી. રવિવારે સવારે 9 વાગે ટર્પેન્ટાઈન ફેક્ટરીમાં આગ લાગી ઉઠી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કાકા ભત્રીજાઓને બચાવવા માટે અંદર ગયા હતા અને આ ઘટનામાં 3 ભત્રીજા સહિત કાકાનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના જયપુર શહેરથી લગભગ 27 કિલોમીટર દૂર જામવરામગઢના ધુલારાવજી ગામમાં બની હતી.

મળતી માહિતી અનુસાર રવિવારના રોજ શંકરલાલ નામના વ્યક્તિ કામ અર્થે બહાર ગયા હતા. ઘરમાં માત્ર તેની પત્ની, ભાઈ અને પરિવારના બાળકો હતા. ત્યારે બાળકો ફેક્ટરીની અંદર રમવા ગયા હતા. તે જ સમયે બોક્સમાંથી કેમિકલ છલકાઈ ગયું હતું અને અચાનક જ ફેક્ટરીમાં આગ લાગી હતી.

આગ લાગવાને કારણે ફેક્ટરીની અંદર રમી રહેલા બાળકો ગભરાઇ ગયા હતા. ત્યારે કારખાનાના માલિકનો ભત્રીજો રમેશ ઘરની બહાર આવીને ઊભો રહ્યો. તે સમયે કારખાનામાં આગ લાગતી જોઈને ત્યાં દોડી ગયું હતું.

ત્યારે રમેશ ગરિમા, અંકુશ અને દિવ્યાને બચાવવા માટે ફેક્ટરીની અંદર જાય છે. પરંતુ ફેક્ટરી માં લાગેલી આગના કારણે આ ઘટનામાં રમેશ, ગરિમા, અંકુશ અને દિવ્યા નું મૃત્યુ થાય છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

કારખાના માં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમને પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો. એટલું જ નહીં પરંતુ આગને કાબૂમાં લેવા માટે કારખાનાની દિવાલ પણ જેસીબીની મદદથી તોડી નાખવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કારખાનામાં લાગી ભીષણ આગ : 3 બાળકો સહિત એક વ્યક્તિ જીવતા સળગી ગયા – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*