હાલમાં યમુના નદીમાં ડૂબી જવાના કારણે એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના ગુરૂવારના રોજ બની હતી. ગુરૂવારના રોજ ઈટાવાની યમુના નદીમાં કાળઝાળ ગરમીમાં 4 બાળકો ન્હાવા ગયા હતા. ત્યારે અચાનક ચારેય બાળકો નદીના પાણીમાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન નજીકમાં હાજર લોકોએ ત્રણ બાળકોને બચાવી લીધા હતા.
પરંતુ એક બાળકને બચાવી શક્યા ન હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારે આજરોજ આગ્રાથી આવેલી SDRFની ટીમે યમુના નદીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું.
મળતી માહિતી અનુસાર 16 વર્ષીય રાજા બાબુ, 15 વર્ષીય અંકિત, 17 વર્ષીય વિવેક કુમાર અને 16 વર્ષીય અંશુ નામના ચાર બાળકો યમુના નદીના કિનારે ન્હાવા ગયા હતા. આ દરમિયાન ચારેય બાળકો નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા.
બાળકોના બૂમાબૂમ નો અવાજ સાંભળીને આસપાસ ઉભેલા લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ત્રણ બાળકોને નદીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ આ ઘટનામાં રાજા બાબુ નામનો બાળક ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. આ કારણસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું.
આજરોજ તેનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું માહોલ છવાઇ ગયો હતો. પોસમોટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment