દેશમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં NEETની તૈયારી કરી રહેલા કોચિંગના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોલીસને વિદ્યાર્થી પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે.
જેમાં વિદ્યાર્થીઓએ લખ્યું હતું કે, હું નિષ્ફળ છું… મમ્મી અને પપ્પા માફ કરજો. હું અભ્યાસ કરવા માંગતો હતો, પરંતુ ખબર નહીં મારું મગજ કેવું થઈ ગયું છે. હું અહીંયાનું અને ત્યાંનું વિચાર તો રહ્યો. આ ઘટના કોટાના બોરખાડાના નયા નહેર વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે બિહારના રહેવાસી 16 વર્ષીય અભિષેક નામના બાળકે રવિવારના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર અભિષેક ભાડાના રૂમમાં રહેતો હતો. ઘણો સમય થઈ ગયો છતાં પણ અભિષેક પોતાના રૂમ માંથી બહાર ના આવ્યો તેથી ત્યાં બિલ્ડિંગમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ તેઓએ અભિષેકના રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. ત્યારે રવિવારના રોજ સવારે લગભગ 11:00 વાગ્યાની આસપાસ અભિષેકના રૂમનો દરવાજો તોડ્યો ત્યારે અંદરથી ગળાફાંસો ખાધેલી હાલતમાં અભિષેકનું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ તેને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે અભિષેકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાની જાણ અભિષેકના પરિવારજનોને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ અભિષેકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અભિષેક કોટાની એક ખાનગી કોચિંગ સંસ્થામાં NEET ની તૈયારી કરી રહ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં અભિષેકે લખ્યું હતું કે, મને માફ કરજો મમ્મી પપ્પા, હકીકતમાં જ્યારે ધોરણ 11 ની શરૂઆત થઈ ત્યારે હું વધારે પડતો આત્મવિશ્વાસ ધરાવતો હતો. મને બધા સબજેક્ટમાં થોડું ઘણું આવડતું હતું. જેથી મને લાગ્યું કે મને ઘણું બધું આવડે છે. પરંતુ હું ભૂલી ગયો હતો કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો તેની એક રીત હોય છે.
મેં વધુ આગળ વધવા માટે આમ તેમ વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. કોચિંગ ક્લાસીસ અને તમારી વાતો પણ ટાળવા લાગ્યો હતો. ત્યારબાદ મારું મન બીજી બાબતોમાં ભટકવા લાગ્યું. કદાચ મારે અભ્યાસ માટે યોગ્ય ટાઈમ ટેબલ બનાવવું જોઈતું હતું. ધીમે ધીમે મારો આત્મવિશ્વાસ ઘટી ગયો અને વાંચવા ઉપરથી મારું મન હટી ગયું.
આ ઉપરાંત અભિષેકે ઘણું બધું સુસાઇડ નોટમાં લખ્યું હતું. અભિષેકે સુસાઇડમાં પોતાના માતા પિતા અને અભ્યાસ વિશે પણ લખ્યું હતું. સુસાઇડ નોટ માં અભિ શકે છેલ્લે લખ્યું હતું કે તમે શ્રેષ્ઠ માતા પિતા છો. હું ફરીથી જન્મ લવ તો તમારા ઘરે જ લઈશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment