હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં મિત્રો સાથે પાર્ટી કરવા બહાર ગયેલા એક વિદ્યાર્થી સાથે કંઈક એવું બન્યું કે આંખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, 15 વર્ષનો વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે બનાસ નદી પાસે પાર્ટી કરવા માટે ગયો હતો.
આ દરમિયાન વિદ્યાર્થી નદીના પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. માત્ર 15 વર્ષના દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર 15 વર્ષનો વિદ્યાર્થી પોતાના બે મિત્રો સાથે બનાસ નદીમાં પાર્ટી કરવા માટે ગયો હતો.
આ દરમિયાન ત્રણેય મિત્રો નદીના પાણીમાં નહાવાની મજા માણી રહ્યા હતા. ત્યારે અચાનક જ ત્રણેય મિત્રો ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેના કારણે આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ નદીમાં કૂદીને બે મિત્રોને બચાવી લીધા હતા.
ત્યારે 15 વર્ષનો વિદ્યાર્થી બચી શક્યો ન હતો. 15 મિનિટ બાદ નદીમાં ડૂબેલા વિદ્યાર્થીને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મોત થઈ ગયું હતું આ ઘટનાની માહિતી મળતા જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે પંચનામુ કરીને મૃત્યુ પામેલા વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment