હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સાપ કરડવાના કારણે એક 15 વર્ષની બાળકીનું તડપી તડપીને મોત થયું છે. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી બાળકીના પરિવારજનો એ પોતાની દીકરીના મોત પાછળ ડોક્ટરની બેદરકારીને સૌથી મોટું કારણ જણાવ્યું છે. બાળકીના સંબંધીઓનું કેવું છે કે, ડોક્ટરે જાણી જોઈને મારી બાળકીને એન્ટી વેનોમ ઇન્જેક્શન આપ્યું ન હતું.
આના કારણે અમારી દીકરીનો જીવ ચાલ્યો ગયો છે. દીકરીના મોત બાદ પરિવારના સભ્યોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગુરુવારના રોજ 15 વર્ષની સાધના નામની બાળકી ખાટલા ઉપર સૂતી હતી. આ દરમિયાન સાધનાને એક ઝેરીલા સાથે ડંખ માર્યો હતો.
ત્યારબાદ સાધના બૂમાબૂમ કરવા લાગી હતી. જેના કારણે પરિવારના સભ્યો ત્યાં આવી પહોંચ્યા હતા. પછી પરિવારના સભ્યોએ સાધનાના પગ પર સ્થાપના બંને દાંતના નિશાન પણ જોયા હતા. ત્યારે પરિવારના સભ્યોએ ત્યાં એક ઝેરીલો સાપ જોયો હતો. પછી તો પરિવારના સભ્યોએ એક ડોલમાં ઝેરીલા સાપને પકડી પાડ્યો હતો.
ત્યારબાદ પરિવારના સભ્યો સાધનાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાર પછી હોસ્પિટલમાં હાજર એક ડોક્ટરે કહ્યું કે આ બાળકીને સાથે ડંખ નથી માર્યો. જો હું તેને સાપના ડંખ વગર એન્ટી વેનોમ ઇન્જેક્શન આપીશ તો તેનો જીવ જોખમમાં મુકાઈ જશે.
ત્યારે સાધનાના ભાઈએ ડોક્ટરને કહ્યું કે, મારી બહેનને સાપ કરડ્યો છે. મેં આ સાપ પણ પકડ્યો છે. સાધનાના ભાઈ ડોક્ટરને સાપની તસવીરો પણ બતાવી હતી. પરંતુ ડોક્ટરે સાધનાને એન્ટી વેનોમનું ઇન્જેક્શન આપ્યું નહીં. ત્યારબાદ તો સાધનાની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી.
પછી સાધનાને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ સાધનાનું મોત થઈ ગયું હતું. પરિવારજનોનું કહેવું છે કે, જો ડોક્ટરે ઈન્જેકશન આપી દીધું હોત તો અમારી દીકરીનો જીવ બચી ગયો હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment