ગુજરાત સાહિત્ય સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ખાસ કરીને છેલ્લા થોડાક દિવસોથી નાની ઉંમરના યુવક અને યુવતીઓની સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 9માં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મળતી માહિતી અનુસાર દિકરી પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતાનો છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનો સાચો કારણ જાણી શકાશે. દીકરીના પરિવારના લોકો આ ઘટનાને સોસાયટીની ઘટના ગણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના ભોપાલની અંદર બની હતી. મૃત્યુ પામેલી દીકરીનું નામ વંશીકા માલવિયા હતું અને તેની ઉંમર 15 વર્ષની હતી. વંશીકા એક ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી.
સોમવારના રોજ સાંજના સમયે પાંચ વાગ્યાની આસપાસ તે ઘરે હતી. વંશિકાની માતા પૂજાના કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. થોડીક વાર બાદ માતાએ જોયું કે ભાડુઆત દ્વારા ખાલી કરાયેલો રૂમ અંદરથી બંધ છે. જેથી માતાને શંકા ગઈ હતી અને માતાએ તે રૂમનો દરવાજો ખોલ્યો હતો.
ત્યારે માતાને રૂમમાંથી દીકરીનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ દીકરીને ત્યાંથી ઉતારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ સંબંધીઓ દીકરીના મૃતદેહને લઈને ઘરે આવી ગયા હતા. ત્યારબાદ પોલીસને વંશિકાના મૃત્યુની જાણ થઈ હતી.
પોલીસ છે જપ્ત કરી લીધો છે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે અને વંશીકાએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment