મિત્રો સોમનાથમાં ઉનાળાના વેકેશનને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો અહીં ફરવા આવે છે. ત્યારે સોમનાથના દરિયા કિનારે ભીમ અગિયારસના દિવસે એક 15 વર્ષનો બાળક દરિયામાં તણાઈ ગયું હતું. તે બાળકનો મૃતદેહ રવિવારના રોજ સવારે 7.30 વાગ્યાની આસપાસ દરિયામાંથી મળી આવ્યું હતું.
દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ભીમ અગિયારસના દિવસે મેંદરડાના અમૃતવેલ ગામ નો પરિવાર સોમનાથ ચોપાટી ખાતે ફરવા ગયો હતો. આ દરમિયાન પરિવારનું 15 વર્ષનો બાળક સુજલ દરિયાના મોજામાં તણાઈ ગયો હતો. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે દરિયામાં બાળકની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બીજા દિવસે રવિવાર ના રોજ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ મળી આવ્યું હતું.
બાલુભાઇ હંસરાજભાઈ છોડવડીયા પોતાના 15 વર્ષના દીકરા સુજલ, માતા, બહેન અને ગામના લોકો સાથે સોમનાથ ફરવા માટે આવ્યા હતા. તેઓ સોમનાથ ચોપાટી ફરવા માટે ગયા હતા. આ દરમિયાન સુજલ દરિયા કિનારે ઊભો રહીને ફોટા પડાવી રહ્યો હતો.
ત્યારે પાછળથી દરિયાનું મોજું આવતા સુજલ પાણીમાં ખેંચાઈ ગયો હતો અને તે દરિયાના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી. તેઓએ દરિયામાં સુજલની શોધખોળ શરૂ કરી, પરંતુ તેમને સુજલનો કોઈપણ પ્રકારનો પત્તો લાગ્યો નહીં.
ક્યારેક બીજા દિવસે સોમનાથ મંદિરના પાછળના દરિયાકિનારે સુજલનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યું હતું. 15 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવાર અને ગામના લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment