હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ડમ્પર ચાલકે 14 વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો હતો. જેના કારણે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. માત્ર 14 વર્ષના બાળકનું મૃત્યુ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા બાળકનું નામ વરુણ ઝાલા હતુ અને તે ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.
આ ગંભીર અકસ્માતની ઘટના દેહગામના કડજોદરામાંથી સામે આવી રહી છે. ઘટના બની તે દિવસે વરુણ શાળામાં રિસેસ પડતા પોતાની સાઇકલ લઈને ઘરે આવવા માટે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં કાળમુખા ડમ્પરે વરુણને કચડી નાખ્યો હતો. આ કારણોસર જેનું ઘટના સ્થળે નોંધ થયું હતું. માતા ઘરે પોતાના બાળકની રાહ જોઈને બેઠી હતી ત્યાં બાળકના અકસ્માતના સમાચાર મળ્યા હતા.
વરૂણના અકસ્માતના સમાચાર મળતા જ પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કોમળ ફૂલ જેવા બાળકનું મોત થતાં બાળકના ગામજનો ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગામના લોકોએ ભેગા મળીને ડમ્પરના કાચ તોડી નાખ્યા હતા.
વરુણ નું મોત થતા સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર કડજોદરા ગામની હાઈસ્કૂલમાં 14 વર્ષનો વરૂણ અજીતસિંહ ઝાલા નામનો બાળક ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. ઘટનાના દિવસે રાબેતા મુજબ તે શાળામાં રિસેસ પડી એટલે સાયકલ લઈને ઘરે આવવા માટે નીકળ્યો હતો.
ત્યારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ GJ 31 T 0265 નંબરના ડમ્પર ચાલે કે વરુણને કચડી નાખ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં વરુણના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું દર્દનાક મોત થયું હતું. વરૂણના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટના બનતા જ ગામના લોકો ભારે ઉગ્ર બન્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે ઉગ્ર બનેલા ગામના લોકોને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. ત્યારબાદ વરુણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment