રવિવારના રોજ રાત્રિના સમયે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરના ધાબા ઉપર રમી રહેલા 14 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. માત્ર 14 વર્ષના દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. અહીં રાજસ્થાનના પીલાનીના વોર્ડ નંબર પાંચમાં રહેતો 14 વર્ષનો આયુષ કુમાવત તેના મિત્ર સાથે રમવા માટે એક ઘરની અગાસીમાં ગયો હતો. જ્યારે આયુષ ધાબા ઉપર રમી રહ્યો હતો, ત્યારે તે ઘરની નજીકથી પસાર થતા 11 KV લાઈને સ્પર્શ કરવાના પ્રયાસો કરી રહ્યો હતો.
લાઇનને સ્પર્શ કરવું આયુષ માટે જીવન સાબિત થયું હતું. આયુષ જેવો લાઇનને સ્પર્શ કરે છે એવો તેને જોરદાર કરંટ લાગ્યો હતો, આ દરમિયાન તેની સાથે રમી રહેલા અન્ય એક બાળકને કરંટ લાગ્યો હતો. પરંતુ આ ઘટનામાં તેને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી, જ્યારે આયુષ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
સમગ્ર ઘટના બનતા જ બાળકના પરિવારજનો બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ આયુષનો જીવ બચી શક્યો નહીં. કરંટ લાગતા જ આયુષનું રીબાઈ રીબાઈને મોત થયું હતું. માત્ર 14 વર્ષના બાળકના મોતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.
આ યોજના મોતના સમાચાર મળતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બનતા જ એક નાનકડી એવી બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ આયુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ પરિવારના સભ્યોએ દીકરાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment