હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતી વખતે બુધવારના રોજ 13 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ચોંકાવનારી ઘટના નોઇડામાં બની હતી. મૃત્યુ પામેલો 13 વર્ષનો બાળક પોતાની 4 બહેનોનો એકનો એક લાડકવાયો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના બહેનની નજર સામે બની હતી. મળતી માહિતી અનુસાર 14 મેના રોજ 13 વર્ષનો બાળક સુજીત બહેનનો દુપટ્ટો ગળામાં બાંધીને ઈન્સ્ટાગ્રામમાં વિડિયો માટે સુપરમેનની એક્ટિંગ કરી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર સુપરમેનની એક્ટિંગ કરવા માટે બાળક પ્લાસ્ટિક ના ડબ્બા પર ચડ્યો હતો.
ત્યાં જઈને સુપરમેનની એક્ટિંગ કરી રહ્યો હતો. ત્યારે તે સુપરમેનની જેમ ડબ્બા પરથી નીચે કૂદકો લગાવે છે. આ દરમિયાન દુપટ્ટો પ્લાસ્ટિકના ડબ્બામાં ભરાઈ ગયો હતો. દુપટ્ટો તેના ગળામાં ભરાયો અને શ્વાસ રુંધાવાને કારણે તે બેભાન થઈ ગયો.
ભાઈને જોઈને બહેનો બુમાબુમ કરવા લાગી. ત્યારબાદ ઘરના તમામ સભ્યો રૂમમાં આવી ગયા અને બેભાન થઈ ગયેલા બાળકને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં તેની હાલત ખુબ જ ગંભીર હોવાના કારણે બાળકને જિલ્લાની હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવ્યો હતો.
જ્યાં સારવાર દરમ્યાન બાળકનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. મૃત્યુ પામેલ બાળક પોતાની 5 બહેનો વચ્ચે એકનો એક ભાઇ હતો. બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી હતી. આ બાળકને સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવવાની કિંમતમાં પોતાનો જીવ આપવો પડયો છે. એટલા જ માટે સોશિયલ મીડિયામાં પોતાનો જીવ જોખમમાં મુકાય તેવા ધારીયા ન કરવા જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment