આજકાલ નાની ઉંમરના બાળકોની જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના બાળકે પંખાના હુકમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના યુપીમાં બની હતી.
અહીં મિલ એરિયા વિસ્તારના સેન્ટ પીટર્સ સ્કૂલના યસ મૌર્યા નામના 12 વર્ષના વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા અને પ્રિન્સિપલના ત્રાસથી કંટાળીને ગુરૂવારના રોજ પંખાના હુકમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર મહિલા શિક્ષિકાએ પરીક્ષામાં નકલ કરતા યસને પકડી લીધો હતો.
ત્યારબાદ મહિલા શિક્ષિકાએ બધાની વચ્ચે યસની ધુલાઈ કરી હતી અને બધાની વચ્ચે તેને અપમાનિત કર્યો હતો. ત્યારબાદ તેને પ્રિન્સિપલ પાસે લઈ ગયા હતા. ત્યારે પ્રિન્સિપાલે પણ તેને અપમાનિત કર્યો હતો. ત્યાર પછી યસ પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે તે કોઈને કાંઈ કહ્યા વગર ઉપરની રૂમમાં ચાલ્યો ગયો અને સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.
યસના પિતાની ફરિયાદના આધારે શાળાના પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષિકાના વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી અનુસાર બછરાવા વિસ્તારમાં સેહગાંવ ગામમાં રહેતો યસ 5 વર્ષથી જવાર વિહાર કોલોનીમાં તેના કાકાના ઘરે રહીને ભણતો હતો. તે ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો.
તેને પોતાની શાળાના મહિલા શિક્ષિકા અને શાળાના પ્રિન્સિપલના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસને તપાસ દરમિયાન યસે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.
તેને સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, ‘મેં બાયોલોજીના પેપરમાં ચેટિંગ કરી છે, હું આજે મરી જવાનો છું. આ માટે મારા કાકા-કાકી, મમ્મી-પપ્પાને દોષ ન આપતા. ભૂલ કર્યા પછી કોઈને ચોક્કસપણે એક તક આપવી જોઈએ, પરંતુ આવું ન કરવામાં આવ્યું. હું મારી ભૂલ પર ખૂબ જ રડ્યો. મારા મિત્રોએ પણ મને શેમ-શેમ બોલ્યા. હવે મારું મગજ મારા વશમાં નથી. મને ખરાબ વિચારો આવી રહ્યા છે. માતા પિતા, ભાઈ બેન શાળાના મિત્રો અને શિક્ષકોને સોરી…’ યશના મૃત્યુના કારણે તેના પરિવારમાં અને શાળામાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment