Chhattisgarh: હાલમાં દેશના અનેક વિસ્તારોમાં ભુક્કા બોલાવતી ગરમી પડી રહે છે. આવી ગરમીમાં લોકો નદી, તળાવ અથવા તો દરિયા કિનારે ન્હાવા જવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ અમુક વખત આવી જગ્યાએ નવું ભારે પડી જતું હોય છે અને લોકોને મોતનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના(Chhattisgarh) સામે આવી રહી છે.
આ ઘટનામાં માતા-પિતાની નજર સામે 12 વર્ષના બાળકનું નદી(Hasdeo River)માં ડૂબી જવાના કારણે મોત થયું હતું. મૃત્યુ પામેલા બાળકોનું નામ ઋતુરાજ હતું અને તે ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો. ઋતુરાજ માતા પિતાની નજર સામે નદીમાં ડૂબી ગયો હતો. આ ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર 12 વર્ષનો ઋતુરાજ નદીમાં ડૂબી ગયો ત્યારબાદ તેના પિતાએ આજુબાજુ નાહતા લોકોને ત્યાં બોલાવીને મદદ માંગી હતી. પછી તમામ લોકોએ ભેગા મળીને બાળકની શોધખોળ શરૂ કરી દીધી હતી. અડધો કલાક પછી નદીમાંથી બાળકો મળી આવ્યો હતો. ત્યારબાદ ઋતુરાજને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ઋતુરાજની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે હોસ્પિટલ પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. બાળકના પિતાનું નામ અનિલભાઈ છે. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જેમાં ઋતુરાજ મોટો હતો.
પરિવારના એકના એક દીકરાનું અને એકની એક બહેનના ભાઈનું મોત થતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના પિતાનું કહેવું છે કે, પાણી પાસે કોઈ પણ પ્રકારનું ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું. જેના કારણે તેઓ સાવચેતી રાખી શક્યા નહીં. જો અહીં ચેતવણીનું બોર્ડ લગાડવામાં આવ્યું હોત તો આજે તેમનો દીકરો બચી ગયો હોત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment