કારમાં બેઠેલી 12 વર્ષની બાળકી કાર સાથે પાણીથી ભરેલા કુંડમાં પડી, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એવી ઘટનાઓ ના વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવી જ એક ઘટના ઈન્દોર માંથી સામે આવી છે, ઈન્દોર નજીક એક પર્યટન સ્થળ પર એક કાર કુંડમાં ખાબકી હતી. કારમાં બાર વર્ષની બાળકી બેઠી હતી જેને બચાવવા તેના પિતા પણ કુંડમાં કૂદી પડ્યા હતા. તેમને બચાવવા આસપાસના લોકો પણ દોડી ગયા હતા, લોકોએ પુત્રી અને તેના પિતાને કુંડમાંથી બહાર કાઢ્યા હતા.

કાર કુંડમાં ખાબકી હતી.કારમાં કપડાં અને અન્ય સામાન પણ રાખવામાં આવ્યો હતો.

બંનેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, સીમરોલથી લગભગ 20 કિમી ઘાટ વિસ્તારમાં રવિવારે મોડી સાંજે આ દુર્ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર સિમરોલ ઘાટ વિભાગની અંદર 10 કિલોમીટર અંદર લાઢિયા કુંડ આવેલો છે. દંપતી તેમની પુત્રી સાથે ત્યાં ફરવા ગયા હતા, આ પછી પિતાએ પૂલની બાજુમાં કાર પાર્ક કરી અને હેન્ડ બ્રેક લગાવ્યા વિના પત્ની સાથે નીચે ઉતરી ગયા. બાર વર્ષની પુત્રી કારમાં એકલી બેઠી હતી,

કુંડમાં પડી જતાં કાર પલટી ગઈ હતી. જો કે, પાણી છીછરું હોવાને કારણે, તે થોડી સેકંડ પછી સીધી થઈ ગઈ હતી. લોકોએ તેને દોરડા બાંધીને બહાર કાઢી હતી. કાર હાલમાં કુંડ પાસે છે.

જ્યારે કાર સરકી ને પૂલ તરફ આગળ વધવા લાગી. કાર આગળ સરકી ને થોડી જ વારમાં કુંડમાં ખાબકી હતી. પુત્રીને બચાવવા પિતા પણ કારની પાછળ કુંડમાં કૂદી પડ્યા હતા, અકસ્માત દરમિયાન છોકરી ની માતાએ પુત્રીને બચાવવા માટે બુમો પાડી હતી. નજીકમાં ઉભેલા કેટલાક લોકો તરત છોકરી અને તેના પિતાને બહાર કાઢ્યા હતા ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

ઇન્દોરમાં રહેતો સુમિત મથ્યુ પણ ઘટના સમયે ત્યાં હાજર હતો, તે કહે છે કે તે તેના મિત્રો સાથે પિકનિક માટે પણ અહીં આવ્યા હતા. અચાનક થયેલા અકસ્માતમાં તે કઈ સમજી શક્યો નહીં, કાર પડતાં જ અન્ય લોકોની મદદથી કારનો ગેટ ખોલી છોકરીને બહાર કાઢી હતી.

કુંડની બીજી તરફ ઊભેલા પ્રવાસીઓએ તરીને છોકરીને બહાર કાઢી હતી. પુત્રીને બચાવવા પિતા પણ પાણીમાં કૂદી પડ્યા હતા. જેને ત્યાંના લોકોએ બહાર કાઢ્યો હતો. હાલ બંનેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

પિતા અને પુત્રીને વધારે ઈજા થઈ નથી અને હજુ સુધી પરિવારની ઓળખ થઈ શકી નથી. કાર જ્યારે કુંડમાં પડી ત્યારે તેની ડ્રાઇવર સાઈડનો ગેટ ખુલ્લો હતો. કારના બોનેટ પર કપડાં પણ રાખવામાં આવ્યા હતા, કાર લપસી જતા સીટ પર બેઠેલી છોકરી કુંડમાં કૂદી પડી હતી. પરંતુ તેને તરતા આવડતું ન હતું, દુર્ઘટનાને જોઈને ત્યાં હાજર લોકોમાંથી એક વ્યક્તિએ તરત જ છોકરીને પાણીમાંથી બહાર કાઢી હતી.

પુત્રી અને પિતા બંનેને ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક મોકલવામાં આવ્યા હતા. ગૂગલ અર્થ પર રોડથી લોઢીયા કુંડનું અંતર લગભગ 40 મીટર છે. અહીં સરળતાથી પહોંચી શકાય તેમ નથી, રોડથી કુંડ સુધીનો ખડકાળ છે. અકસ્માતને નજરે જોનારનો દાવો છે કે હેન્ડ બ્રેક ન લગાવવાના કારણે કાર સતત સરકી રહી હતી અને કુંડમાં ખાબકી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*