હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઝોલાછાપ ડોક્ટરના ખોટા ઇન્જેક્શનના કારણે 12 વર્ષની બાળકીનું કરુણ મૃત્યુ થયું છે. દીકરી ના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો છે. સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, બાળકીની માતા બીમાર હતી. પરિવારના સભ્યો માતાને ડોક્ટર પાસે લઇ જતા હતા.
આ દરમિયાન બાળકીએ પણ જીદ કરી હતી. બાળકી કહેતી હતી કે તેને પણ ખાસી અને શરદી છે. તેથી પરિવારના સભ્યો બાળકીને પણ સાથે લઈ ગયા હતા. આ દરમિયાન ઝોલાછાપ ડોક્ટરે બાળકીને ઈન્જેક્શન આપ્યું હતું. ત્યારબાદ બાળકીની તબિયત બગડવા લાગી હતી. જેથી ડોક્ટરે તેને બીજું ઈન્જેક્શન આપ્યું. તેમ છતા પણ બાળકીની તબિયતમાં સુધારો આવ્યો નહીં.
ત્યાર બાદ બાળકીને ઝોલાછાપ ડોક્ટરે બાડમેર લઈ જવાનું કહ્યું હતું. જ્યાં બાળકીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી બાળકીનું નામ નિરમા હતું અને તેની ઉંમર 12 વર્ષની હતી. શનિવારના રોજ નિરમા પોતાના માતા પિતા સાથે ઝોલાછાપ મેડિકલ શોપ લઈ ગયા હતા. ત્યાં મેડિકલ સ્ટોર પર બેઠેલા એક વ્યક્તિએ 12 વર્ષની નિરમાને એક ઇન્જેક્શન આપ્યું હતું. ત્યારબાદ નિરમાની તબિયત લથડવા લાગી હતી.
તેથી તેને બીજું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરંતુ નિરમાની તબિયતમાં સુધારો આવ્યો નહીં. તેથી મેડિકલ પર બેઠેલા વ્યક્તિએ નિરમાને બાડમેર લઈ જવાનું કહ્યું હતું. બાડમેરની હોસ્પિટલમાં ડોક્ટર એ બાળકીને મૃત જાહેર કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, નિરમાનું રસ્તામાં જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે ખોટા ઈન્જેક્શનના કારણે દીકરીનો જીવ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પરિવારજનોના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment