અંદાજે સવા મહિના પહેલા જામનગર પાસેના ગામમાં એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના બની હતી. આ ઘટનામાં ગામના ખેતરમાંથી એક 12 વર્ષના માસુમ બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. ચોકાવનારી વાત એ છે કે માસુમ બાળકના મૃતદેહને જોઈને પોલીસ પણ હચમચી ગઈ હતી. બાળકના ગુપ્તાંગ તેના શરીરથી થોડીક દૂર મળી આવ્યા હતા. આ ઉપરાંત તેના માથાના બંને તરફ ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. આરોપી એ બાળકનો જીવ લેવામાં એવી ચાલાકી વાપરી હતી કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈ હતી. જોકે હાલમાં જામનગર પોલીસે આ ઘટનાના આરોપીને પકડી પાડ્યો છે. અંદાજે સવા મહિના બાદ પોલીસને આ કેસમાં સફળતા મળી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જામનગર થી 26 કિલોમીટર દૂર પસાયા બેરાજા નામનું ગામ આવેલું છે. અહીં કાળુભાઈ ડામોર નામના ખેડૂત પોતાના પરિવાર સાથે છેલ્લા છ વર્ષથી રહેતા હતા. કાળુભાઈ ગામના એક પટેલ વ્યક્તિની વાડીને ભાગમાં રાખીને ત્યાં ખેતી કામ કરતા હતા. કાળુભાઈ ના પરિવારમાં તેમની પત્ની ત્રણ દીકરીઓ અને બે દીકરાઓ હતા. જેમાંથી એક દીકરાનું નામ પંકજ હતું અને તેની ઉંમર 12 વર્ષની હતી. તે સમયે કપાસ વીણવાની કામગીરી ચાલુ હતી જેથી કાળુભાઈ પોતાની બહેન બનેવી, સાળા સાળી અને તેમના સંતાનોને ખેતરે કામ કરવા બોલાવી લીધા હતા. લગભગ 15 જેટલા લોકો ખેતરમાં કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા.
ત્યારે છ ડિસેમ્બર 2022 ના રોજ બાર વર્ષનો પંકજ રાત્રે 8 વાગ્યા છતાં પણ ઘરે જમવા માટે ન આવ્યો તેથી પરિવારના સભ્યોને ચિંતા થઈ હતી. ત્યાર પછી પરિવારના લોકોએ પંકજની શોધખોળ કરી પરંતુ તેની કોઈ પણ જાણકારી મળી નહીં. ત્યારબાદ બીજા દિવસે પરિવારના લોકોએ ફરીથી પંકજની શોધખોળ કરી હતી. ત્યારે તેમને અચાનક જ સમાચાર મળ્યા કે ગામના ખેતરમાંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું છે.
આ વાત સાંભળીને કાળુભાઈ દોડતા દોડતા જ્યાં મૃતદેહ મળ્યો છે. ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોયું ત્યારે તેમના દીકરા પંકજનું મૃતદેહ તેમને જોવા મળ્યું હતું. તેના માથાના બંને તરફ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા અને તેના ગુપ્તાંગ શરીરથી થોડીક દૂર પડ્યા હતા. દીકરાનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. બાળકના મૃતદેહની એવી હાલત હતી કે જોઈને જામનગર પોલીસ પણ હચ મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઘટનાના દિવસે પંકજ સાંજે 7:00 વાગ્યાની આસપાસ વાડીએથી કાંઈક કહીને નીકળી ગયું હતું. ત્યારબાદ તે ઘરે પરત ફરીઓ ન હતો અને બીજા દિવસે તેનું મૃતદેહ મળ્યું હતું. પંકજના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે અમારા દીકરાની કોઈની સાથે દુશ્મની ન હતી. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાને લઈને પીઆઇ જે વી ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે સ્થાનિક લોકોની આ ઘટનાને પૂછપરછ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે પંકજ ની મોટી બહેનનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું તેથી અમે તે તરફ આગળની કાર્યવાહી કરી. વધુ ડિટેલમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પંકજની મોટી બહેનનું દિવ્યેશ નામના છોકરા સાથે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. પંકજને તેની બહેન અને દિવ્યેશના પ્રેમ પ્રકરણ અંગે જાણ થઈ ગઈ હતી. એટલા માટે પંકજ જયપાલ નામના વ્યક્તિને કહ્યું હતું કે તારો ભાઈ દિવ્યેશ મારી બહેનને હેરાન કરે છે હું મારા ઘરે કહી દેવાનો છું.
ત્યાર પછી તો દિવ્યેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન દિવસના પિતા ઘરેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ દિવસના પિતાની પોલીસે ધરપકડ કરી અને તેની કડક પૂજ પર જ કરી ત્યારે તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો.
6 ડિસેમ્બરના રોજ સાંજે વાડીએથી કામ પતાવીને પંકજ મધ પાડવા માટે નીકળ્યો હતો. રાત્રિના સમયે પંકજને એકલો જોઈને આરોપી હેમંત (દિવ્યેશના પિતા) ના મનમાં ખતરનાક આકાર લીધો હતો. ત્યારબાદ આરોપી હેમંતે પંકજ ને કહ્યું હતું કે હું તને મધ પાડી આપું. એમ કહીને આરોપીએ પંકજ ના હાથમાં રહેલું ધાર્યું લઇ લીધું હતું. ત્યારબાદ પંકજ આગળ ચાલતો હતો અને હેમંત તેની પાછળ ચાલતો હતો. પછી ધારદાર વસ્તુ વડે હેમંતે પંકજના ગરદન પર પ્રહાર કર્યા હતા. જેના કારણે પંકજ ત્યાં જ ઢળી પડ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસ શહીદ બધાનું ધ્યાન ભટકાવવા માટે આરોપી હેમંતે પંકજના ગુપ્તાંગ તેના શરીરથી અલગ કરીને દૂર ફેંકી દીધા હતા અને ત્યારબાદ તેનો જીવ લઈને ત્યાંથી ભાગી ગયો હતો.
આરોપીએ જણાવ્યું કે પંકજ ની બહેનનું મારા દીકરા સાથે અફેર ચાલતું હતું. અમે બંને એક જ સમાજના હતા અમારા સમાજમાં પ્રેમ પ્રકરણની જાણ થાય તો અમારે છોકરીના પરિવારને પૈસા દેવા પડે. આ પૈસા ન દેવા પડે એટલા માટે મેં પંકજનો જીવ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment