રામ મંદિર બનવાની ખુશીમાં દેશના અલગ અલગ ખૂણામાંથી કેટલી કે કિમતી વસ્તુઓ અયોધ્યા જઈ રહી છે. ત્યારે ગુજરાતમાં બનેલી 108 ફૂટની લાંબી અગરબત્તી હવે અયોધ્યા પહોંચી ગઈ છે. જ્યારે આ અગરબત્તી અયોધ્યા પહોંચી ત્યારે લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
108 ફૂટની આ અનોખી અગરબત્તી જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 108 ફૂટની અગરબત્તીને પ્રગટાવવામાં આવશે.
આ અગરબત્તી દોઢ મહિના સુધી ચાલશે અને દોઢ મહિના સુધી આખા રામ મંદિરને સુગંધિત કરશે. ગુજરાતના વડોદરામાં રહેતા રામભક્ત ગોપાલક વિહાભાઇએ આ અગરબત્તી બનાવી છે. સોશિયલ મીડિયા પર આ અગરબત્તીના કેટલાક વિડીયો અને ફોટા પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
View this post on Instagram
મિત્રો તમને જણાવી દઈએ કે 108 ફૂટની આ લાંબી અગરબત્તી બનાવવા માટે, 376 કિલો ગુગળ ધુપ, 376 કિલો કોપરનું છીણ, 191 કિલો ગીર ગાયનું ઘી, 280 કિલો જવ, 280 કિલો તલ, 450 કિલો હવન સામગ્રી, 1475 કિલો ગાયના છાણાનો ભૂકો ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment