10 વર્ષના બાળકનો જીવ લઈને મૃતદેહને સળગાવી દીધું, માસુમ બાળકનું માથું અને એક હાથ… હિમ્મતવાળા લોકો જ વાંચજો…

મંગળવારના રોજ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મંગળવારના રોજ સવારે એક 10 વર્ષની બાળકનું મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. બાળકના મૃતદેહનું માથું અને એક હાથ તેના શરીરથી અલગ હતા. આટલું જ નહીં પરંતુ બાળકના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર બાળકનું મૃતદેહ 20 ટકા સળગી ગયું હતું.

માસુમ બાળકના અડધા શરીરને તો કુતરાઓ ખાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતદેહ મળ્યા ના ચાર કલાક બાદ બાળકની ઓળખ થઈ હતી. આ ઘટના મેરઠમાં બની હતી. મૃત્યુ પામેલો બાળક હતો અને તેનું નામ માનવ હતું. તે દિલ્હીના પ્રીત વિહાર નો રહેવાસી હતો તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રીત વિહાર પોલીસ સ્ટેશનમાં એક કેસ છે.

જેના આધારે દિલ્હી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ બાળકનો જીવ લઈને તેના મૃતદેહને ફેંકી દીધું હતું. પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી તેનું નામ દીપક છે. મેરેજ પોલીસની સુચના પ્રમાણે દિલ્હી પોલીસ આરોપી દીપકને લઈને મેરઠ પહોંચી હતી. અહીં આરોપીએ માસુમ દીકરાના મૃતદેહને ઓળખી લીધું હતું.

ત્યાર પછી દીકરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું હાલમાં સમગ્ર ઘટનાને લઈને દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકનું મૃતદેહ મળ્યું ત્યારે તેના શરીર પર એક પણ કપડા ના હતા. આ ઉપરાંત તેના છાતી અને પેટના ભાગે ધારદાર વસ્તુના ધા ના નિશાન હતા. બાળકના મૃતદેહને જોઈને પોલીસ પણ હચમચી ગઈ હતી. તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે બાળકનું મૃતદેહ બે ત્રણ દિવસ પહેલાંનું છે.

તેનો જીવ અન્ય જગ્યા પર લેવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને મૃતદેહ ને અહીં ફેંકવામાં આવ્યું છે એવું તપાસમાં સામે આવી રહ્યું છે. બાળકના મૃતદેહને જોતા એવું લાગી રહ્યું છે કે આરોપી કોઈ પણ કિંમતે બાળકની ઓળખ થવા દેવા માગતો ન હતો. એટલું જ નહીં પરંતુ બાળકનું માથું અને તેનો હાથ પણ તેના શરીરથી અલગ હતી અને પછી તેના મૃતદેહને સળગાવવામાં આવ્યું હતું.

બાળકનું માથું અને એક હાથ હજુ પણ મળી આવ્યો નથી પોલીસને એવી શંકાઓ છે કે આરોપીઓ બાળકનો હાથ અને તેનું માથું પોતાની સાથે લઈ ગયા હશે અથવા તો અન્ય જગ્યાએ દાટી દીધું હશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે બાળકનો જીવ શા માટે લેવામાં આવ્યો અને આ ઘટના પાછળ કેટલા આરોપીઓ છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી પોલીસની તપાસ હજુ પણ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*