સુરત શહેરમાં પાંચ દિવસ પહેલા તંત્રની બેદરકારીના કારણે એક 10 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાના 5 દિવસ થઈ ગયા છતાં પણ પોલીસે પાલિકા સામે કોઈપણ પ્રકારનો ગુનો નોંધ્યો નથી. મળતી માહિતી અનુસાર વેસુ વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું કામ ચાલતું હતું.
ખાડામાં છુટો પડેલો ઈલેક્ટ્રીક વાયર અડવાના કારણે દસ વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા 10 વર્ષના બાળકનું નામ જય શશીકાંત હતું. આ ઘટના 1 મેના રોજ સાંજના સમયે બની હતી. બાળક રમતો રમતો ઈલેક્ટ્રીક વાયરને અડી જાય છે અને આ કારણોસર તેને જબરદસ્ત કરંટ લાગે છે.
અને બાળકનું કરૂણ મૃત્યુ થાય છે. આ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો અને પરિવારજનોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટરે ખોદકામની જગ્યાએ પણ ન મુક્યા હતા. બાળકનું મૃત્યુ થઈ ગયું ત્યાર બાદ 2 દિવસ પછી કોન્ટ્રાક્ટરે ખોદકામ ની જગ્યાએ બેરીકેટ મુક્યા હતા. જો કદાચ બેરીકેડ મુકી આવો તો બાળકોનો જીવ બચી જાત.
પરિવારજનોનું કહેવું છે કે કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે બાળકનો જીવ ગયો છે. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવી છે. પરંતુ પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈપણ પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો નથી.
બાળકના મૃત્યુના પાંચ દિવસ થઈ ગયા છતાં પણ પોલીસ દ્વારા આ ઘટનાને લઇને કોઇપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી. મળતી માહિતી અનુસાર પાણીની કામગીરીને લઇને ખોદકામ ચાલી રહ્યું હતું આ દરમિયાન સ્ટ્રીટ લાઈટનો કેબલ જેસીબીના ખોદકામ વખતે ડૅમેજ થઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment