સુરતમાં લગ્નમાં ડીજેના તાલ પર મિત્રો સાથે નાચી રહેલા વરરાજાનું અચાનક કરૂણ મૃત્યુ – જાણો એવું તો શું થયું હશે…

Published on: 12:02 pm, Fri, 6 May 22

સુરતમાં માંડવી તાલુકાના અરેઠ ગામમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચૌધરી પરિવારમાં લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર રાસ ગરબાના દિવસે વરરાજાનું કરૂણ મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી મુજબ રાસ ગરબામાં ડીજેના તાલ પર મિત્રો સાથે નાચતી વખતે અચાનક વરરાજાને છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેથી તેને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન વરરાજાનું કરૂણ મૃત્યુ થયું હતું.

વરરાજાની જાન નીકળવાની જગ્યાએ સ્મશાન યાત્રા નીકળતા ભારે ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો. આ ઘટનામાં 33 વર્ષીય મિતેશ ચૌધરીનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર રાત્રે રાસ ગરબામાં પૂર્ણ થઈ હતી. ત્યારબાદ લગ્ન મંડપનું મુરતની વિધિ કરવામાં આવી હતી.

આ વિધિ થઇ ગયા બાદ રાત્રે ડીજે સાથે રાસ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું. વરરાજા મિતેશ ડીજેના તાલ પર પોતાના મિત્ર સાથે નાચી રહ્યો હતો. એક મિત્ર મિતેશને પોતાના ખંભા પર ઊંચકીને ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક મિતેશને છાતીમાં દુખાવો ઊપડે છે.

ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યો હતો. પરંતુ બારડોલીમાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

આ ઘટના બનતા જ વરરાજાના પરિવાર અને દુલ્હનના પરિવારમાં માતમ છવાયો હતો. પરિવારના જવાનજોધ દીકરાનું મૃત્યુ થતા તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. મિતેશનું મૃત્યુ કયા કારણોસર તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ટૂંક સમયમાં તે કારણ પણ સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં લગ્નમાં ડીજેના તાલ પર મિત્રો સાથે નાચી રહેલા વરરાજાનું અચાનક કરૂણ મૃત્યુ – જાણો એવું તો શું થયું હશે…"

Leave a comment

Your email address will not be published.


*