બાળક માતા-પિતા માટે ભગવાન સ્વરૂપ છે. બાળકના જીવનની તમામ ખુશીઓ આપવા માટે માતા-પિતા ખડે પગે રહે છે હંમેશા તેમના બાળકના જીવન વિશે વિચારતા હોય છે. એ વાત પણ સત્ય છે કે માતા-પિતા ક્યારેય પોતાના બાળકને દુઃખી નથી જોઈ શકતા અને તેમના બાળકો માટે દિવસ- રાત ખૂબ જ પરિશ્રમ કરે છે એવા હેતુથી કે બાળકની બધી ઈચ્છાઓ પૂરી થાય અને આગળ વધે.
માતાપિતા તેમની બધી જ ખુશીઓ તેમના બાળકોમાં જોવે છે પરંતુ ક્યારેક એવી દુઃખદ ઘટનાઓ પણ બની જાય છે જેના લીધે તેમના સપનાઓ તૂટી જાય છે અને અધૂરા રહી જાય છે. આવી જ કંઈક દુઃખદ ભરી ઘટના સામે આવી છે જેનાથી માતા-પિતા પોતાનો એક વર્ષનો દીકરો ખોઈ બેઠા.
આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા એક પરિવારમાં બની હતી. માતા-પિતા તેના ફૂલ જેવા દીકરાની બધી જ ખુશીઓ નિહાળી રહ્યા હતા ત્યારે એક એવી ઘટના બની ગઈ કે પરિવારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો.
વિસ્તૃતમાં કહીશ તો પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા.
તેથી હોળીના દિવસે પોલીસ સ્ટેશનમાંથી હોળી રમી પરત ફર્યા અને ઘરે આવીને પોતાના બે દીકરાઓ સાથે હોળી રમવા લાગ્યા ત્યારે તેમની પત્ની રસોડામાં કામ કરતી હતી અને નાના દીકરાને સોફા પર બેસાડી ને બીજું કંઈક કામ કરવા માટે રૂમમાં ગયા ત્યારે પરત આવીને જોયું તો દીકરો સોફા પર ન હતો.
આજુ બાજુ ધ્યાન કરવા છતાં દીકરો ક્યાંય પણ દેખાયો નહીં ત્યારે એક બાલ્કનીમાં નજર કરી તો એ દીકરો નીચે પડી ગયો હતો આ જોઈને માતા-પિતાને ધ્રાસકો પડયો. તરત જ નીચે જઈને પોતાના દીકરાને લઈને હોસ્પિટલ પહોંચી ગયા.
અને સારવાર ચાલુ કરી પરંતુ છ કલાક સારવાર બાદ દીકરાનું મૃત્યુ થયું પરિવારમાં શોકનો માહોલ સર્જાયો અને માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. દીકરો હજુ તો દસ દિવસ પહેલા જ પાપા પગલી ભરતા શીખ્યો હતો જેની પરિવારમાં અનેરી ખુશી હતી પરંતુ આ ખુશીના સમાચાર ક્યારે દુઃખ માં ફેરવાઈ ગયા ખબર જ ના રહી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment