કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનેક નેતાઓ હાલમાં દુઃખી થઈ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ના આકરા વલણ પછી દિલ્હી સુધી કેટલીક ફરિયાદો મળતાં તેમને હોદ્દા મળ્યા છે તેવા કોંગ્રેસના નેતાઓ પાસેથી કેટલાક અધિકાર છીનવી લેવામાં આવ્યા છે.કોંગ્રેસમાંથી આવેલા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થયા પછી કુવરજી બાવળીયા ,જવાહર ચાવડા અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પાવર મર્યાદિત કરી દેવામાં આવ્યા છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલ જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત હવે માત્ર નામના ચેરમેન રહ્યા છે. રાજ્યસભામાં ઉપયોગ કર્યા પછી રૂપાણી સરકારમાં તેમને આ નિગમમાં ચેરમેનનું પદ આપવામાં આવ્યું હતું પરંતુ તેમની કચેરી કોંગ્રેસના કાર્યકરોનું અડ્ડો બની જતા તેમની સાથે કામ કરતાં ઉચ્ચ અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે કે તેમને ચેરમેનના બધા આદેશ માનવા નહી.
સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે કે ભાજપ તથા કોંગ્રેસના નેતાઓને ધારાસભ્યોના વધુ કામો થાય છે તેથી આ છાપ દૂર કરવા માટે કોંગ્રેસના જે નેતાઓ સત્તામાં છે તેમની પાંખો કાપવા માટે અધિકારીઓને ઉચ્ચકક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે. આ નેતાઓ કે તેમના સમર્થકો ના અંગત કામો કરવા નહીં તેવા મૌખિક આદેશ આપવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભાજપની સરકારમાં કોંગ્રેસની છાપ પૂછવા માટે જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેબિનેટ મંત્રીઓને સપ્તાહમાં બે દિવસ સુધી પાર્ટી ના મુખ્ય કાર્યાલય કમલમમાં હાજર રહેવા અને પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓને કામ કરવા જણાવ્યું છે. આ આદેશનું પાલન કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓએ પણ કરવાનું છે.દયા સોમવાર અને મંગળવારે બે મંત્રીઓ અને ભાજપના કાર્યકરોને સંભાળ્યા હતા અને તેમના 50 થી વધુ પ્રશ્નો ના સ્થળ પર જ નિકાલ કરવાની સૂચના આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment