સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ના સતત વધતા કેસ અને અનલૉક – 4 ની તૈયારીઓ ચાલી રહી છે.પશ્ચિમ બંગાળ સરકારે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ દિવસ લોકડાઉણ અને 20 તારીખ સુધી શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
દેશમાં કોરોનાવાયરસ ની કહેર યથાવત છે. દેશમાં દર રોજ 70 હજારથી પણ વધારે કેસો સામે આવી રહ્યા છે.એવા પશ્ચિમ બંગાળ સરકારે 20 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
કોરોનાવાયરસ ના કારણે કેટલાય મહિનાથી શાળા અને કોલેજ સમગ્ર દેશભરમાં બનશે અને સામે કોરોનાવાયરસ સંકટ પણ સતત વધી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં શાળા અને કોલેજ 20 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે.
પશ્ચિમબંગાળમાં સંપૂર્ણ લોકડોઉન ની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકારે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ તારીખોની જાહેરાત કરી છે જેમાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. બંગાળમાં 7,11અને 12 સપ્ટેમ્બરે લોકડોઉન ની જાહેરાત કરવામાં આવી છે.
આસિવાય મમતા બેનરજીની સરકારે રેલ સંચાલન શરૂ કરવાની વકાલત કરી છે. સરકારનું કહેવું છે કે જો ટ્રેન નું સંચાલન ફરીથી શરૂ થશે તો સારું રહેશે. સરકારે કહ્યું કે કોલકાતામાં મેટ્રો સર્વિસ શરૂ કરવી જોઇએ.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે પીએમ કેરસ ના પૈસા રાજ્યોમાં આપી દેવા જોઈએ જેથી કોરોના ની પરિસ્થિતિથી સારી રીતે લડી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment