કોરોના ની રસી અંગે રશિયા કરતા પણ ફાસ્ટ નીકળો આ દેશ, એક મહિના પહેલા જ બનાવી નાખી છે રસી

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ની સામે લડી રહ્યું છે ત્યારે અનેક દેશોના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના ની રસી બનાવવા મહેનત કરી રહ્યા છે. કોરોના ની રસી અંગે સૌથી પહેલાં રસી બનાવનાર નો દાવો રશિયા કર્યો હતો.જોકે તેને માપદંડ ફોલો કર્યા હોવાનો આક્ષેપ લાગ્યા છે. બીજી તરફ દુનિયાને કોરોનાનું દર્દનાક ભેટ આપનાર ચીન ફરી એક વાર કામમાં પહેલું બન્યું છે અને એ છે કે તે પહેલો દેશ બન્યો છે જેને પ્રયોગાત્મક ધોરણે પોતાના નાગરિકોને રસીનો ડોઝ આપ્યા છે. અમેરિકાના ન્યુઝ વોશિંગ્ટન પોસ્ટ દાવો કર્યો છે કે ચીને પોતાના નાગરિકોને રસી આપી છે.

અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વોશિંગ્ટન પોસ્ટ એ દાવો કર્યો છે કે જેને પોતાના નાગરિકોને વેક્સિન આપી દીધી છે. ચીને પોતાના નાગરિકોને પ્રયોગાત્મક ધોરણે કોરોના વેક્સિન આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જુલાઈ મહિનામાં અંતમાં હાઈ રિસ્ક જૂથના લોકો પર એક વેક્સિનનો પ્રયોગ થયો હોવાનો અખબારમાં દાવો કરવામાં આવ્યો છે. તેમાં આરોપ મૂકતા એમ પણ જણાવવામાં આવ્યું છે કે ચીને પણ રશિયા ની જેમ ક્લિનિક ટ્રાયલના માપદંડ નું પાલન કર્યું નથી.

જો અખબારમાં દાવો છે કે ચીને જુલાઈના અંતમાં લોકોને રસી આપી હતી.આ વાતને સાચી માનવામાં આવે તો રશિયાની રસી કરતાં ત્રણ અઠવાડિયા પહેલા જ રસી ચીને લોકોની વચ્ચે મૂકી દીધી છે. જોકે રશિયા ની જેમ ચીન પર પણ આરોપ છે કે તેને કોઈપણ માપદંડ ફોલો કર્યા નથી.

બેઇજિંગ ના સ્વાસ્થ્ય અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે તેમને કેટલા મેડિકલ વર્કસ અને સરકારના ઉદ્ધ્મો સાથે જોડાયેલ કર્મચારીઓ પર જુલાઈ માસના અંતમાં કટોકટીના પ્રયોગ હેઠળ રસીનો ડોઝ આપવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*