પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ પાર્ટીની કમાન ગાંધી પરિવારના બહારના કોઈ વ્યક્તિને સોંપવાની વાત કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના મોટા ભાઈ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ની એ વાત નુ સમર્થન કર્યું જેમાં તેને પાર્ટીના અધ્યક્ષ ગાંધી પરિવારના બહારના કોઈ હોય એવી વાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાજીનામા માં પણ નહીં પણ બીજે કંઇક કહ્યું હતું કે અમારામાંથી કોઈ પણ પાર્ટીનું અધ્યક્ષ હોવો ન જોવે અને તેમની વાતને હું સહમત છું. મને હાલમાં એવું લાગી રહ્યું છે કે પાર્ટી એ પોતાનો રસ્તો પણ શોધવો જોઈએ.
એક પુસ્તકમાં પ્રિયંકા ગાંધી નો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પાર્ટી અધ્યક્ષ મને કાલે એમ કહે કે મને “તમારી જરૂરિયાત ઉત્તર પ્રદેશમાં નહીં, પરંતુ બીજા રાજ્ય માં છે તો હુ ખુશી થી ત્યાં જતી રહીશ”
2019 ની લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું. સાથે જ પાર્ટીની બેઠકમાં કથિત રીતે કહ્યું હતું કે આગામી સમયના અધ્યક્ષ ગાંધી પરિવારનો બહારનો વ્યક્તિ હોવું જોઈએ.
જો કે સોનિયા ગાંધીને ગત વર્ષે ઓગસ્ટમાં પાર્ટીના વચગાળામાં અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેટલાક મહિનાથી પાર્ટીની અંદર અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાવવાની માંગ કોંગ્રેસની અંદર થી થતી હોય છે.
2013 ના આ સમયગાળામાં બીજેપીએ તેમના પતિ રોબર્ટ વોર્દા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમને પોતાની દરેક લેણ દેણ પોતાના દીકરા રેહાન ને બતાવી હતી.
Be the first to comment