કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે તો આપ સૌ કોઈ લોકોએ સાંભળ્યું જ હશે. અહીં બિરાજમાન મણીધર બાપુની વાતો પણ તમે સોશિયલ મીડિયા પર ઘણી વાર સાંભળતા હશો. ઘણા લોકો અહીં આવીને મણીધર બાપુને સવાલ કરતા હોય છે કે, મહેનત તો ઘણી કરીએ છીએ પરંતુ પૈસા ઘરમાં વસતા નથી.
આ સમસ્યાનું કારણ મણીધર બાપુએ જણાવ્યું છે. બાપુની આ વાત જો તમે પણ ગાંઠ બાંધીને યાદ રાખશો અને તે રસ્તા પર ચાલશો તો કોઈ દિવસ દુઃખી થવાનો વારો નહીં આવે. મણીધર બાપુએ કહ્યું કે, “પૈસા ક્યાંથી ટકે, પૈસા તમે રાખો જ છો એવી જગ્યાએ.
પૈસા ક્યાં ભરાવે અહીં વાંહે..! પૈસા કોઈ દિવસ ત્યાં ન રખાય, લક્ષ્મી તો હૃદયમાં રહે છે. એટલે જ આપણા ગઢાઓ કાંસટીવાળા ખિસ્સા રાખતા હતા. વધુમાં મણીધર બાપુ જણાવે છે કે, હૃદયનો ભાગએ મંદિર છે અને લક્ષ્મી મંદિરમાં વસે છે.
મિત્રો મણીધર બાપુએ આ સો ટકા સાચી વાત કહી છે. તમે ઘણા પુરુષોને જોયા હશે જોવો પાછળના ખિસ્સામાં પોતાનું પાકીટ રાખતા હોય છે. ક્યારેય ત્યાં પાકીટ ન રાખવું જોઈએ. કારણ કે, પાછળના ખિસ્સામાં પાકીટ રાખવાથી લક્ષ્મી રહેતી નથી.