હિન્દુ ધર્મમાં દાનને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. પૂજા હોય કે તહેવાર દરેક વ્યક્તિ દાન અવશ્ય કરે છે. એવું માનવામાં પણ આવે છે કે, જે કોઈ વ્યક્તિ દાન કરે છે તેના પર ભગવાનના આશીર્વાદ હંમેશા રહે છે. ત્યારે ઘણા બધા લોકો એવા હોય છે જે જરૂરિયાતમંદ લોકોને સિક્કા આપવાની બદલે સિક્કા નદી કે તળાવમાં ફેંકતા હોય છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, આની પાછળ પણ એક ધાર્મિક કારણ છે. પ્રાચીન સમયમાં નદીઓ પાણીનો મુખ્ય સ્ત્રોત હતો અને પીવાના પાણી માટે માત્ર નદીના પાણીનો ઉપયોગ થતો હતો. માટે તે સમયે લોકો નદીના પાણીને સ્વચ્છ રાખવું ખૂબ જ જરૂરી હતું.
પ્રાચીન સમયમાં તાંબાના સિક્કા પ્રચલિત હતા અને તાંબાનું ધાતુ પાણીને સાફ અને શુદ્ધ કરવાનું કામ લાગે છે. તેથી તે સમયના લોકો નદીમાં સિક્કાઓ ફેકતા હતા જેથી પાણી સારું રહે અને આ હેતુ એક પરંપરા બની ગયો. ધાર્મિક માન્યતા અનુસાર લોકો કહે છે કે, તળાવ અથવા નદીમાં દેવતાના નામના સિક્કાઓ ફેકવાથી દરેક વ્યક્તિની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
નદીઓમાં સિક્કા ફેંકવા એ એક ધાર્મિક બાબત છે. કારણ કે, તે સમયે લોકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવું ખૂબ જ મુશ્કેલ હતું. તેથી ઋષિમુનિઓએ આ સમસ્યાનો ઉકેલ ધર્મ સાથે જોડીને શોધી કાઢ્યો અને એવું માનવામાં આવતું હતું કે, ભગવાનના નામ પર સિક્કા ફેંકવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.