સમગ્ર ભારત દેશમાં 78 માં સ્વાતંત્ર પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ દિવસ તમામ ભારતવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં મહાપુરુષો વીર યોદ્ધાઓ તથા સ્વાતંત્ર સેનાઓના સંઘર્ષથી 78 વર્ષ પહેલા ભારત દેશ ગુલામીની રાતમાંથી આઝાદીની સવાર પોતાની નજરે જોઈ શક્યું હતું. 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા અને આખરે બે નવા રાષ્ટ્રનો દુનિયામાં જન્મ થયો હતો. ભારત દેશ પ્રત્યે સાચી નિષ્ઠા ભાવ પ્રેમ સન્માન દરેક લોકોના હૃદયમાં આજે પણ ઝળહળી ઊઠે છે દેશ પ્રેમ માત્ર સ્વાતંત્ર પર્વ નિમિત્તે નહીં પરંતુ જીવનભર રહે આવો પ્રયત્ન દરેક દેશવાસીઓ કરતા હોય છે.
76 માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો વાયરલ થયા હતા. જેમાં યુનાઇટેડ કિંગડમ દેશમાં ભારત અને પાકિસ્તાનના લોકોને એક કરનાર @vish music નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકો છો કે લંડન ની વિદેશ ધરતીમાં વીશ ગિટાર લઈને એ આર રહેમાનનું જય હો ગીત પોતાના અનોખા અંદાજમાં ગાય રહ્યો છે. આ સાથે ભારત અને પાકિસ્તાનના લોકો પણ તે જગ્યાએ ઉપસ્થિત જોવા મળે છે તમામ લોકોએ પોતાના દેશના ધ્વજ લહેરાવ્યા હતા.આ દ્રશ્ય ખરેખર તમારા પણ દિલ જીતી લેશે. કારણકે વિદેશની ધરતીમાં આપણા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજ લહેરાવતા ગર્વની લાગણી થાય છે.
આ સાથે અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં જનગનમન ગીત લોકો ગાય રહ્યા છે અને આ રાષ્ટ્રગીતમાં પાકિસ્તાની લોકો પણ જોડાયા હતા. આ વીડિયોને પાકિસ્તાની પત્રકારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો અને કેપ્શન માં લખ્યું હતું કે બ્રિટિશના દેશોમાં ભારતવાસીઓ અને પાકિસ્તાન વાસીઓ બંને એક સાથે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ વીડિયોમાં તમામ લોકો ભારતીય રાષ્ટ્રગીત અને ધ્વજ નું સન્માન કરતા જોવા મળે છે. આબાદ પાકિસ્તાની રાષ્ટ્રગીત પણ જોવા મળ્યું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.
આપણા માટે સૌથી વધારે ગર્વની વાત એ છે કે ભારતવાસીઓ વિદેશમાં હોવા છતાં પણ પોતાના દેશની સંસ્કૃતિ સંસ્કારોને સભ્યતાને ક્યારેય ભૂલતા નથી તેઓ હંમેશા પોતાના રાષ્ટ્ર પ્રેમ માટે હંમેશા તત્પર રહે છે.આજે વિદેશના દેશોમાં પણ ભારતીય ધ્વજ લહેરાતા જોવા મળે છે ખરેખર આ દ્રશ્ય આપણું દિલ જીતે છે. આ સ્વાતંત્ર પર્વ નિમિત્તે વીર જવાનોને પણ એકવાર યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ તેઓએ ભારત દેશ અને માં ભારતી માટે હસતા મુખે પોતાના પ્રાણ આપી દીધા છે સ્વાતંત્ર પર્વ નિમિત્તે આપણે તેને કેમ ભૂલી શકીએ આવો સૌ સાથે મળી સૈનિકોના બલિદાનને યાદ કરીએ અને પોતાના હૃદયમાં શહીદ જવાન અમર રહો ના શબ્દોને હંમેશા જીવંત રાખીએ.