ટીવી સિરિયલમાં ફેમસ થયેલી ગોપી વહુ એ લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી હાલમાં જ ગોપી વહુએ સોશિયલ મીડિયામાં પોતાના ચાહકોને ખુશીના સમાચાર આપ્યા છે. ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાજી અને તેમના પતિ શાહ નવાજ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી ગોપી વહુની પ્રેગનેન્સી ને લઇ અનેક સમાચાર વાયરલ થઈ રહ્યા હતા જેને લઇ આખરે કપલ એ આ સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દરેક લોકો સમક્ષ ખુશીના સમાચાર રજૂ કર્યા હતા.જેમાં તેમના ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આપને જણાવી દઈએ કે અભિનેત્રી લગ્નના દોઢ વર્ષ બાદ 38 વર્ષની ઉંમરે પોતાના પ્રથમ બાળકને જન્મ આપશે. આ સમાચારના સેલિબ્રેશન ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં તેમના ચાહકોએ ભરપૂર કોમેન્ટ અને લાઈક કરી હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે અભિનેત્રી તેના પતિ અને સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહી છે તથા સાથ નિભાના સીરીયલ ના કો સ્ટાર પણ આ ખુશીના પ્રસંગમાં સામેલ થયા હતા.
આ તમામ તસવીરો શેર કરતા અભિનેત્રીએ પોતાના કેપ્શન માં લખ્યું હતું કે પવિત્ર પંચામૃત અનુષ્ઠાન સાથે માં બનવાની આ સફર ની શરૂઆત કરવા જઈ રહી છું. આ રસમ થવા વાળા બાળક માટે અને જન્મદિન દેનારી માના સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. આપ સૌનો ખુબ ખુબ આભાર. આ તસવીરો મા અભિનેત્રી પોતાના પતિ પાસે બાળકોના કપડા અને રમકડા લઈ બેસેલી જોવા મળે છે અને તેમાં લખ્યું હતું કે હવે તમે પૂછવાનું બંધ કરી શકો છો. આપને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી પોતાના પ્રેગ્નન્સીને લઈ ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી તથા સોશિયલ મીડિયામાં પણ તમામ લોકો તેમને પ્રશ્ન પૂછતા હતા આખરે આ તમામ સમાચારો પર કપલે તસવીરો શેર કરી પૂર્ણવિરામ લગાવી દીધું છે.
નવા બાળકના આગમન માટે તેમના ચાહકોએ પણ ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી પરંતુ હજુ સુધી ડ્યુ ડેટ વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. આપને જણાવી દઈએ કે સાથ નિભાના સીરીયલ થી ગોપી વહુ ને એક અલગ જ લોકપ્રિયતા મળી હતી તથા તેને પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતી લીધા હતા. આ સીરીયલ આજે પણ દરેક લોકોની વચ્ચે ખૂબ જ ફેમસ બની ચૂકી છે માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના અભિનયના ઉત્તમ કાર્યને કારણે તેને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. ખુશી ના સમાચારમાં ટીવી સિરિયલના અભિનેતા અને અભિનેત્રીઓએ પણ તસવીરો વિડીયો પોસ્ટ શેર કરી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.