છેલ્લા ઘણા સમય થી અનિરુદ્ધાચાર્યજી મહારાજ ના કથા પ્રવચન અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આજે આપણે અનિરુદ્ધાચાર્યજી મહારાજ વિશે જાણવા જઈ રહ્યા છે કે આખરે આટલા ઓછા સમયમાં તેઓ કેવી રીતે માત્ર ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કથાકાર બની ગયા અને તેમના વિડિયો શા માટે આખરે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.અનિરુદ્ધાચાર્ય જી મહારાજ નો જન્મ 27 સપ્ટેમ્બર 1989 ના રોજ મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના નાનકડા ગામ રિંવઝા માં થયો હતો.
બાબાજીના પરિવારના છ સભ્યો તેમની પત્ની બે બાળકો અને માતા પિતા સાથે રહે છે. મહારાજજીના પરિવારના તમામ સભ્યો ભક્તિ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે જેમાં તેમના પિતાનું નામ અવધેશાનંદ ગિરી છે. આ સાથે તેઓ ભગવાચાર્ય રહી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમની પત્ની પણ ગુરુ માતા છે. ને તેઓ લોકોને ભક્તિ અને સંસ્કારો પ્રત્યે ઉપદેશ આપવાનું કાર્ય કરે છે. મહારાજજી ને બાળપણથી જ તેમના માતા-પિતા અને પરિવારજનો પાસેથી જીવનલક્ષી અનેક ઉપદેશો પ્રાપ્ત થયા હતા.
પરંતુ આપને જણાવી દઈએ કે મહારાજજીનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય અને પડકાર જનક રહ્યું હતું. પોતાના બાળપણની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યા ન હતા. પરંતુ તેમને સતત સંઘર્ષો સામે લડવાનું શરૂ રાખ્યું અને અન્ય જગ્યાએથી સંસ્કારો અને કેળવણી મેળવી. આ બાદ તેઓ વૃંદાવન પધાર્યા અને ત્યાં તેમને સંસ્કૃત અને તમામ હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. આ બાદ તેઓ ધીરે ધીરે ભક્તિના માર્ગ તરફ આગળ વધ્યા. મહારાજજીના જીવનમાં તેમના પરિવાર અને તેમની પત્નીને ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે આ કારણથી જ તેઓ ભક્તિના માર્ગમાં ખૂબ જ નજીકથી જોડાવા માટે સફળ રહ્યા હતા તથા તેમને દરેક શાસ્ત્ર તથા અન્ય પુસ્તકોનો પણ અભ્યાસ કર્યો હતો.
મહારાજજી ની પત્નીને પણ લોકો ગુરુ માતા તરીકે ઓળખે છે. આ સાથે તેઓને ભજન ભક્તિ સત્સંગ પ્રવચન તથા વાર્તા માં ખૂબ જ રસ છે. મહારાજજી ના વિડીયો તથા તેમના પ્રવચન અને કથા વાર્તા સોશિયલ મીડિયામાં અને અન્ય ઘણી જગ્યાએ વાયરલ થયો હોવા છતાં પણ હજુ સુધી તેમનું સાચું નામ બહાર આવ્યું નથી. મહારાજજી એ તેમના બંને બાળકોને પણ ખૂબ જ સંસ્કાર આપ્યા છે.
આજના સોશિયલ મીડિયા યુગમાં મહારાજજી પોતાની કથાનું વાંચન કરી ઘરે ઘરે તમામ લોકો કથાનો લાભ લઈ શકે તે માટે ટીવી ચેનલ ઉપરાંત તેઓ youtubeના માધ્યમથી પણ અનેક વિડિયો અપલોડ કરતા હોય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં તેમના ભક્તો લાઈક અને કોમેન્ટ કરી મહારાજજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આજના સમયમાં youtube ના માધ્યમથી લાખો કરોડો ભક્તો મહારાજજીની કથા સાંભળી રહ્યા છે. Youtube na માધ્યમથી કથાનું પ્રસારણ કરતા આજે તેમની ચેનલમાં 11 મિલિયનથી પણ વધારે ફોલોવર્સ છે. સોશિયલ મીડિયામાં થતી કમાણીથી મહારાજજી અનેક લોક સેવાના કાર્યો કરે છે.
મહારાજજી દર વર્ષે ચાર થી પાંચ કરોડ વચ્ચેની અંદાજિત કમાણી કરે છે આ તમામ રકમ તેઓ વૃદ્ધાશ્રમ સેવાકીય સંસ્થા તથા લોક સેવાના કાર્ય પાછળ ખર્ચ કરે છે જેમના અનેક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જેમાં મહારાજજી નિસ્વાર્થ ભાવે તમામ વૃદ્ધો ગરીબો તથા જરૂરિયાતમંદની સેવા કરતા હોય છે આ સાથે જ તેઓ પોતાની દરેક કથામાં સંસ્કાર ના પાઠ શીખવી દરેક લોકોને જાગૃત કરી સદવિચાર તથા સદ વિચાર જીવન જીવવાની પ્રેરણા અને માર્ગદર્શન પણ આપતા હોય છે તેમની કથામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં સંસ્કાર ગ્રહણ કરી નવા જીવનની શરૂઆત કરી છે.