પેરિસ ઓલમ્પિક 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે જેમાં ભારતના અનેક ખેલાડીઓ અલગ અલગ રમતમાં ભાગ લીધો હતો આ સાથે જ ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી પણ આ ઓલમ્પિક 2024 માં વિશિષ્ટ રીતે ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધાર્યો હતો તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે સમગ્ર અંબાણી પરિવાર દેશ સેવાના કાર્યમાં હંમેશા આગળ રહે છે આ કારણથી જ તેઓ સમગ્ર દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે.
આ ઓલમ્પિકમાં ભારત દેશની યુવતી મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે તથા ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું હતું. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે તમામ ભારતવાસીઓએ અભિનંદન શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી ભારત દેશની દીકરી આજે રમત ગમતની દુનિયામાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે
આ વાત જ સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વ ની છે. આ જીત ની ઉજવણી ભારતના અલગ અલગ અનેક સ્થળો પર પણ જોવા મળી હતી. 22 વર્ષની નાની ઉંમરમાં મનુએ ભારત દેશને અનેક મેડલ અપાવી ગર્વ અપાવ્યું છે માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષ 2018 થી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ અનેક મેડલ લાવી ચૂકી છે. આ સાથે જ તે આટલી નાની ઉંમરે કરોડપતિ યુવતી બની ચૂકી છે.
આજના સમયમાં મનુ પાસે 12 કરોડ કરતાં પણ વધારે સંપત્તિ છે. આ રકમમાં ટુર્નામેન્ટની રકમ, ઇનામી રકમ તથા સ્પોન્સરશિપનો સમાવેશ થાય છે. આટલું જ નહીં પરંતુ મનું એ કોમનવેલ્થ માં મેડલ જીત્યા બાદ હરિયાણા સરકાર તરફથી બે કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવી હતી. આ સાથે જ અલગ અલગ જગ્યાએ પણ જીતવા બદલ ઈનામની રાશિઓ મનુને પ્રાપ્ત થતી હોય છે ખૂબ જ નાની ઉંમરમાં ભારતની આ દીકરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે તથા રમત ગમતની દુનિયામાં સમગ્ર ભારત દેશનું નામ દુનિયામાં રોશન કરી રહી છે.
ઓલમ્પિક 2024 માં મનુએ તમામ ભારતવાસીઓનો સાથ સહકાર અને પ્રેમ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેના સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે આજે મનુ લાખો ભારતીય યુવતી ની પ્રેરણાદાયક અને માર્ગદર્શક બની છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મનુના બે લાખ કરતા પણ વધારે ફોલોવર્સ છે.
મનુ ભાકર ભારત સરકારની ટાર્ગેટ ઓલમ્પિક સ્કીમ નો ભાગ છે. આ યોજના હેઠળ મનુ માટે 1.68 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે જેમાં પિસ્તોલ, બુલેટ ના ખર્ચા ના સમાવેશ થાય છે. આ સિવાય વિદેશમાં જવા માટે ફ્લાઇટ અને અન્ય ખર્ચાનો પણ સમાવેશ કરવામાં આવે છે. હાલમાં તો દેશમાંથી ચારે તરફ મનુને શુભકામના અને શુભેચ્છા દેશવાસીઓ પાઠવી રહ્યા છે.