આપણે સોશિયલ મીડિયામાં સુરાપુરા ધામ ભોળાદ ના અનેક વિડીયો જોતા હોઈએ છીએ અને અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વીર રાજાજી અને વીર તેજાજી ના દર્શન કરવા માટે આવતા હોય છે. આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ
કે જેમ કીડિયારૂ ઉભરાતું હોય તેમ લોકો અહીં દર્શન કરવા માટે આવે છેલોકોની શ્રદ્ધા અને વિશ્વાસના કારણે જ અહીં દાદા તમામ ભક્તોના કામ કરે છે અને દાદાની સેવા કરનાર દાનભા બાપુ વટ્ટ થી અને ખુમારીથી કહે છે કે હું એક પણ રૂપિયો કોઈનો લેતો નથી અને એટલા માટે જ લોકો અહીં આવે છે.
મિત્રો તમને બધાને ખ્યાલ જ છે કે અહીં એક પણ રૂપિયો લીધા વગર લોકોને ચા નાસ્તો અને જમવાના સમયે જમવાનું આપવામાં આવે છે.દાનભા બાપુ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાની સ્પ્લેન્ડર બાઈક લઈને કામ કરવા માટે પણ જાય છે
અને તે જ પુરાવો કરે છે કે બાપુ ને એક પણ રૂપિયાની લાલચ નથી માત્રને માત્ર વીર રાજાજી અને વીર તેજાજી ની સેવા કરવી અને સાથે સાથે આવતા ભક્તોની સેવા કરવી.અમદાવાદ થી નજીક સુરાપુરા ધામ આવેલું છે જ્યાં ભગવાનની મૂર્તિ નહી પરંતુ શૂરવીરની ખાંભીઓ પૂજાય છે.
અહીં કોઈ દેવ શક્તિ નહીં પરંતુ દેવ આત્મા બિરાજમાન છે. અહીં હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે અને પોતાની મનોકામનાઓ પોતાની નજરે પૂરી થતી જોતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment