ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હાલમાં ઝડપથી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે નવી વ્યુરચના તૈયાર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એલઇડી બલ્બસ થી લઈને હવે એસી અને ફ્રીજ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવા જઈ રહી છે.
મુકેશ અંબાણી ની દીકરી ઇશા અંબાણી ઓગસ્ટ 2022 ની રિલાયન્સ રીટેલ ની જવાબદારી સંભાળી રહી છે અને ત્યારથી આ કંપની સારું એવું પ્રદર્શન કરી રહી છે અને હવે ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ નો પોર્ટફોલિયાને વિસ્તારવા માંગે છે
અને રિપોર્ટ અનુસાર કંપની ટૂંક સમયમાં હોમ એપ્લાયન્સ ના બિઝનેસમાં પ્રવેશ કરવા જઈ રહી છે.હવે એ વાત જાણીતી છે કે આપણા ભારતમાં એસી નું માર્કેટ ઘણું મોટું છે અને સાથે જ હોમ એપ્લાયન્સ નું માર્કેટ પણ કેટલું મોટું છે
ત્યારે હોમ એપ્લાયન્સ અને નાના ઉપકરણોનું બજાર લગભગ 1.1 લાખ કરોડનું છે. જેમાં વિદેશી કંપનીઓનો 60 ટકા હિસ્સો છે ને જ્યારે એસી માર્કેટમાં ટાટાનું વરચાસવ ઘણું વધારે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment