એક સમય વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણવામાં આવતા અનિલ અંબાણી છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે તેમની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યા છે
અને આપને જણાવી દઈએ કે ગુરૂવારના દિવસે તો શહેરમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો કંપનીના શેરમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટ જોવા મળી હતી અને રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા ચાર વર્ષમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી ગઈ છે.
આ સમયગાળા દરમિયાન કંપનીના શેર એક રૂપિયાથી વધીને 28 રૂપિયા થઈ ગયા છે અને રિલાયન્સ પાવરના શેરમાં ચાર વર્ષમાં 2400% થી વધુનો વધારો થયો છે અને 27 માર્ચ 2020 ના રોજ 1.13 રૂપિયા પર હતો પરંતુ હવે 18 એપ્રિલના ટ્રેડિંગ સેશનમાં શેર 28.71 પર પહોંચી ગયો છે.
છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ પાવરના શેરમાં 132 ટકાનો વધારો થયો છે. 18 એપ્રિલ 2023 ના રોજ કંપનીનો શેર 12.38 રૂપિયા હતો હવે તે 18 એપ્રિલ 2024 ના રોજ 28.71 રૂપિયા પર પહોંચી ગયો છે અને આ સિવાય છેલ્લા છ મહિનામાં શેરમાં 58 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન કંપનીના શેર 18.19 થી 28 રૂપિયા પર ટ્રેડ થઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment