અઠવાડિયાની શરૂઆત થતા જ સોના ચાંદીના ભાવમાં થયો વધારો,જાણો આજનો લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે પણ સોના ચાંદીના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા હોય તો સૌથી પહેલા તમારે બંનેના ભાવ જાણવા જરૂરી છે અને આજે 15 એપ્રિલ 2024 અને અઠવાડિયાનો પહેલો દિવસ સોમવારે સોના ચાંદીમાં વધારો થયો છે કે ઘટાડો અને સોનુ ચાંદી કેટલી સપાટીએ પહોંચ્યું છે

તેની વિશે વિગતવાર અમે ચર્ચા કરવાના છીએ તમને માહિતી આપવાના છીએ.15 એપ્રિલ 2024 ના રોજ સોનાના 22 કેરેટમાં 550 રૂપિયાના વધારા સાથે સોનું 67,100 રૂપિયાની સપાટીએ પહોંચ્યું છે. 24 કેરેટ સોનામાં 600 રૂપિયા ના વધારા સાથે સોનું 73200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની

સપાટીએ પહોંચ્યું હતું.છેલ્લા ઘણા દિવસથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે શનિવારના દિવસે સોનામાં ઘટાડો થયો હતો પરંતુ સોનું લાગે છે કે લાખ રૂપિયા ની સપાટી સુધી નહીં પહોંચે ત્યાં સુધી તેની બ્રેક લાગવાની જ નથી.

હવે ચાંદીના ભાવ વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ચાંદીમાં પણ સેમ સોના જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ચાંદીમાં સતત વધી રહેલા ભાવ વધારા વચ્ચે આજે પણ 500 રૂપિયાનો ભાવ વધારો થયો છે અને ચાંદી 86 હજાર રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે. ચાંદીના ભાવમાં થતો ઉછાળો જોઈને લાખ રૂપિયાની સપાટી મહિનામાં આવી જાય તો નવાઈ નહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*