પતંજલિ ની આયુર્વેદ વસ્તુ ખરીદતા પહેલા વાંચી લેજો, રામદેવે સુપ્રીમ કોર્ટમાં દેશને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે બે હાથ જોડી માંગી માફી, કહ્યું કે…

ઇન્ડિયન મેડિકલ એસોસિયાને બ્રાહક જાહેરાતના મામલે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં જસ્ટિસ હીમા કોહલી અને જજ અહસાનુદ્દીન બેંચે મંગળવારે સુનાવણી હાથ ધરી હતી. જેમાં બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ કેસમાં વ્યક્તિગત હાજરી માટે જારી કરાયેલા સમન્સ હેઠળ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા

હતા.આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની લોકોને છેતરતી જાહેરાત કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા અને ત્યાં કેસની સુનાવણી કરતા કહ્યું કેસમાં બંનેનું એફિડેવીટ ક્યાં રજૂ કરવામાં આવ્યું છે તેના પર રામદેવના વકીલ એ કહ્યું બંને માફી માગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે જે બાદ તેના પર કોટે કહ્યું આ કોર્ટની કાર્યવાહી

છે અને હળવાશથી ન લઈ શકાય અને અમે તમારી માફી સ્વીકારી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું 21 નવેમ્બરના કોર્ટના આદેશ છતાં રામદેવ બાલકૃષ્ણને પતંજલિએ બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી માત્ર માફી માંગવી પૂરતી નથી.પતંજલિએ સ્વીકાર્યું છે કે તેમને ભૂલ કરી છે અને રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય અને અગાઉ થયેલી ભૂલ માટે માફી માગીએ છીએ

જે બાદ રામદેવ એ કોર્ટની માફી પણ માગી હતી અને તેને કહ્યું કે મને માફ કરી દો હું મારી આ ભૂલના કારણે શરમ અનુભવું છું અને અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે બેન્ચે કહ્યું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ.IMAનો આરોપ છે કે પતંજલિએ કોવિડ-19 રસીકરણ અંગે અભિયાન ચલાવ્યું હતું. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા

કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.IMAએ કહ્યું હતું કે પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ

1954 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*