ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસથી તાપમાનનો પારો થોડો નીચે રહેતા લોકોએ તાપમાંથી રાહત મેળવી છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતીઓ માટે એક સારા સમાચાર આપ્યા છે અને હાલ કોઈ પણ પ્રકારની વોર્નિંગ ની આગાહી આપવામાં આવેલ નથી.
સોમવારે હવામાન વિભાગના અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ગુજરાત રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે અને આ સાથે તેઓએ કહ્યું કે મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.
આ સાથે તેમને જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે તેમને જણાવ્યું કે રાજ્યમાં સૌથી વધુ અમરેલીમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું હતું
એપ્રિલ મહિનાની શરૂઆતથી વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ ત્રણ એપ્રિલ સુધી જ વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારબાદ 6 થી 8 એપ્રિલની વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે અને આઠથી નવ એપ્રિલ દરમ્યાન વેસ્ટન ડીસ્ટર્બન્સ
આવશે અને 12 થી 14 એપ્રિલ દરમિયાન પાછું વાદળછાયું વાતાવરણ રહેશે અને 22 થી 23 એપ્રિલ દરમિયાન પણ વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે અને મિત્રો સાથે સાથે 23 થી 25 એપ્રિલે પણ વેસ્ટન ડીસ્ટર્બન્સ આવવાની સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment