લોકસભાની ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને સતત ત્રણ મહિનાથી વધતા ભાવના ટ્રેન્ડ પર આજે બ્રેક લાગી છે અને એક એપ્રિલ 2024 ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે
જોકે આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે.આપને જણાવી દઈએ કે આ પહેલા માર્ચ મહિનામાં સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો થયો હતો તે જ સમયે ફેબ્રુઆરી મહિનામાં 14 રૂપિયા અને જાન્યુઆરીમાં 1.50 રૂપિયાનો વધારો થયો હતો
જો કે ઘરેલું એલપીજી સિલિન્ડર ની કિંમતમાં એક રૂપિયાનો પણ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે આપણને એક રૂપિયાનો પણ ફરક પડ્યો નથી.ભારતની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલના ભાવમાં આજે જે ઘટાડો થયો છે જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 32 રૂપિયા સસ્તું થયું છે ત્યારે કોમર્શિયલ સિલિન્ડર ની નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે અને જો તમે આજે સિલિન્ડર બુક કરાવો છો તો તમને માત્ર 32 થી 30 રૂપિયાનો ફાયદો થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment