આજના સમયમાં બાળકો મોબાઇલમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે અને ત્યારે હાલ માં દિલ્હી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જૂનાગઢની સાત વર્ષની દીકરી ક્રિષ્ણા કર્મટા એ માત્ર 30 સેકન્ડમાં ભગવાન શ્રીરામના 17 પૂર્વજોના નામ બોલી ઇન્ડિયા બુક
ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.મિત્રો 11 માર્ચના રોજ દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર ભારત ભરમાં વિવિધ રાજ્યના બાળકોને યુવાનોએ ભાગ લીધો હતો જેમાં ગીર સોમનાથના તાલાલા ગીરની આ સાત વર્ષની દીકરી ક્રિષ્ણા 30 સેકન્ડમાં અટક્યા
વગર ભગવાન શ્રીરામના વંશજોના નામ બોલી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી ગીર સોમનાથ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.તેના પિતાએ કહ્યું કે મારી દીકરી નાની વયથી ભગવાન રામના
નામ યાદ રાખ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લઈ પરિવાર અને ગીર સોમનાથને ગૌરવ ઉપાયું છે તેમ જ અમે અમારી જાતને ખૂબ નસીદાર માનીએ છીએ કે અમને ભગવાને આવી સરસ મજાની સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરી આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment