હાય રે મોંઘવારીનો માર..! હોળી ધુળેટી ના તહેવાર પહેલા કપાસિયા અને સીંગતેલના ભાવમાં થયો તોતિંગ વધારો,જાણો નવી કિંમત…

મિત્રો મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હજુ થોડાક સમય પહેલા જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો ત્યારે ફરી એક વખત હોળી ધૂળેટીના તહેવાર પહેલા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર પડે તેવી શક્યતા સો ટકા છે.

આપને જણાવી દઈએ કે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયા નો મોટો વધારો થયો છે અને સાથે સાથે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2740 થી વધીને 2840 રૂપિયા થયો છે જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1640

રૂપિયાથી વધીને 1740 રૂપિયા થયો છે. રાજકોટ શહેરમાં સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે જેમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં પ્રતિ ડબ્બે 110 થી 140 રૂપિયાનો ભાવ વધારો થયો છે.હાલમાં તાજેતરમાં જ સીંગતેલના ભાવમાં

50 નો વધારો કરવામાં આવ્યો હતો અને કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે એક જ અઠવાડિયામાં ડિમાન્ડ ન હોવા છતાં કુત્રિમ ભાવ વધારો સટોડીયા એ કરી નાખવાનું અનુમાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*