મિત્રો આઈપીએલ ની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ આગામી IPL સીઝન પહેલા ટીમમાં ખૂબ જ મોટો ફેરફાર કર્યો છે. મહેન્દ્રસિંહ ધોની ની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગ્સે નવો કેપ્ટન બનાવ્યો છે. આઈપીએલના ઓફિસિયલ સોશિયલ મીડિયા હેન્ડલે આ વાતની પુષ્ટિ કરી છે.
મિત્રો મહેન્દ્રસિંહ ધોની ipl 2022 ના પહેલા તબક્કામાં સીએસકે ની કેપ્ટનશીપ છોડી દીધી હતી પરંતુ ટીમના ખરાબ ટુર્નામેન્ટની મધ્યમાં ફરીથી તેમનું નેતૃત્વ કર્યું અને મહેન્દ્રસિંહ ધોની ના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગસે પાંચ ટાઇટલ જીત્યા છે અને ગઈ સિઝનમાં ધોનીની કેપ્ટનશીપ માં ગુજરાત ટાઇટન્સ ને હરાવી પાંચમી વખત ટાઇટલ જીતાડ્યું હતું.
મહેન્દ્રસિંહ ધોનીએ તેની નિવૃત્તિની અટકળો ને નકારીને કહ્યું હતું કે તે આગામી સિઝન મતલબ કે આ વર્ષે સીઝન શરૂ થવાના થોડાક કલાક પહેલાં ચાહક લોકોને મોટો આંચકો આપ્યો છે. ચેન્નઈ ની કેપ્ટનશી છોડી દીધી અને હવે 27 વર્ષીય યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ હવે ટીમ ની કમાન સંભાળશે.
તેને 2022 સીઝન સિવાય દર વર્ષે CSK માટે ચાલીસ ઉપરથી એવરેજ થી રન બનાવ્યા છે. તે સ્થાનિક ક્રિકેટમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યા છે અને હવે યુવા બેટમેન ગાયકવાડ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. 2022 માં ચીનમાં રમાયેલી એશિયન ગેમ્સને તેને ભારતીય પુરુષ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment