રાજકોટ અને અમદાવાદ શહેરમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે હાલમાં સોનું 65000 ને પાર પહોંચી ગયું છે ત્યારે આજે અમે તમને રાજકોટ અને અમદાવાદ શહેરમાં સોનાના ભાવમાં કેટલો ઘટાડો થયો
અને સાથે સાથે સોનું કેટલા રૂપિયા પર બંધ થયું તેના વિશે પણ માહિતી આપવાના છીએ.રાજકોટમાં ચાલી રહેલા સોનાને ચાંદીના ભાવ પર નજર કરીએ તો સોનાના ભાવ 16 માર્ચના રોજ સોનાનો ભાવ 65,790 પ્રતિ 10 ગ્રામ બોલાયો હતો
જ્યારે આજરોજ સોનાના ભાવમાં 260 રૂપિયાના ઘટાડા સાથે સોનાનો ભાવ 65,530 રૂપિયા એ ખૂલ્યો હતો.ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદી હાલમાં 75,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બોલાતું હતું જેમાં આજરોજ 400 રૂપિયા ના ઘટાડા સાથે
ચાંદી 75380 રૃપિયાએ ખુલ્યા હતો.અમદાવાદના સોના અને ચાંદીના ભાવ વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 66100 રૂપિયા નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચાંદીનો ભાવ 77300 રૂપિયા નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment