મિત્રો અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની બાદ અંબાણી પરિવાર હાલમાં ચર્ચામાં રહે છે ને મીડિયામાં લાઈમલાઈટ રહે છે. આજના સમયમાં માણસો પાસે થોડો ઘણો પૈસો થઈ જાય ત્યાં તેઓ પોતાના વતનને સાવ ભૂલી જતા હોય છે. ત્યારે એક વસ્તુ તો સાબિત થઈ કે ધીરુભાઈના પરિવાર આગળ
આટલો પૈસો હોવા છતાં તેમની માતૃભૂમિ તેમની જન્મભૂમિને આજ સુધી ભૂલ્યા નથી અને સન્માન આપી રહ્યા છે.ત્યારે આપણે બધા લગભગ જાણતા જશું કે અંબાણી પરિવારની પ્રી વેડિંગ સેરેમની પત્યા બાદ તેમને તેમના વતન ખાતે ભવ્ય ડાયરાનું આયોજન કર્યું હતું
જેમાં કોકીલાબેન અનંત અને રાધિકાએ હાજરી પણ આપી હતી ત્યારે પોતાના ગામના લોકોને સંબોધ્યા હતા અને કોકીલાબેન એ કહ્યું હતું કે અમે ચોરવાડી માતાજીના દર્શન કરવા માટે પધાર્યા અને તમને બધાને ખ્યાલ જ છે કે 70 વર્ષ થઈ ગયા મારા અને ધીરુભાઈ ના લગ્ન આ જ ભૂમિમાં થયા હતા.
“ચોરવાડથી જ અમારાં ભવિષ્યનું નિર્માણ થયું છે, એને ક્યારેય ભૂલી ન શકીએ”
સ્વ. ધીરુભાઈ અંબાણીના શૂન્યમાંથી સર્જનની યાત્રા એમના અડીખમ આધારસ્તંભ શ્રીમતી કોકિલાબેનના મુખે…#DhirubhaiAmbani #Reliance @RIL_Updates @ril_foundation pic.twitter.com/oxJzUmnZq7— Parimal Nathwani (@mpparimal) March 13, 2024
તમે માણસો નહીં કે મારા ગામજનો નહીં પરંતુ તમે અમારું કુટુંબ છો.કોકીલાબેને સૌથી પહેલા ધીરુભાઈ ને યાદ કર્યા અને ધીરુભાઈ કેવી રીતે સંઘર્ષમય રીતે વિદેશથી ભારત પાછા આવીને આ આટલા મોટા બિઝનેસની શરૂઆત કરી તેની વિશે તેઓએ થોડી ઘણી વાત કરી
અને તેઓએ વારંવાર પોતાની માતૃભૂમિ ચોરવાડને યાદ કરીને ચોરવાડના લોકોને યાદ કરીને કહ્યું કે ચોરવાડથી જ અમારા ભવિષ્યનું નિર્માણ થયું છે અને તમે તેને ક્યારેય ભૂલી શકે તેમ નથી. બાપ કરતા બેટો સવાયો હોય
તેમ તેઓએ મુકેશ અંબાણીના પણ વખાણ કર્યા અને સાથે સાથે જામનગરની રિફાઇનરી સંભાળનાર અનંતના પણ વખાણ કર્યા તો તમે વીડિયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કોકીલાબેન શું કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment