મિત્રો છત્તરપુર જિલ્લાના બાગેશ્વર ધામ ખાતે લગભગ 156 જેટલી ગરીબ કન્યાઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા અને આપને જણાવી દઈએ કે આ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પિતા અને ભાઈ તરીકે નો સંબંધ નિભાવવામાં જોવા મળ્યા હતા.
જ્યારે વરકન્યા લગ્ન મંડપમાં આવી રહ્યા હતા ત્યારે જ ધીરેન્દ્ર શાસ્ત્રીય તેમનું સ્વાગત કરવા ઊભા રહ્યા હતા અને સ્વાગત દરમિયાન ઘણી બધી ઈમોશનલ પળો પણ જોવા મળી હતી અને ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાની બહેનોને આશીર્વાદ આપી રહ્યા હતા
ત્યારે ઘણી બધી બહેન દીકરીઓ રડતી જોવા મળી હતી જોકે આ સમયે બાબા દીકરીઓને માત્રને માત્ર સાંતવના આપી રહ્યા હતા.આ દીકરીઓ ગરીબ પરિવારની હતી અને દીકરીઓના લગ્ન કરાવવા માટે આર્થિક રીતે તેમના મા બાપ સક્ષમ નહોતા ત્યારે બાબાએ દીકરીઓના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા
અને તેઓએ વરરાજાના ફોનમાં સેલ્ફી પણ લીધી હતી અને આ દ્રશ્ય લોકો જોતા જ રહી ગયા હતા અને સાથે આપણે જણાવી દઈએ કે બાગેશ્વર ધામ તરફથી આ પાંચમાં સમૂહ લગ્નનું આયોજન હતું અને લગ્ન માટેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી અને દીકરીઓને કરિયાવરમાં બાઇક સોફા બેડ ફ્રીજ કલર ટીવી સહિતની અનેક વસ્તુઓ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment