ધીરુભાઈ અંબાણીના પત્ની કોકીલાબેન અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા જ્યાં તેમને સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. કોકીલાબેન અંબાણીએ સોમનાથ મહાદેવને ગંગાજલ અભિષેક કર્યો
અને સોમેશ્વર મહાપૂજન અને વજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોકીલાબેન અંબાણીને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.જામનગર ખાતે કોકીલાબેન અંબાણીના પૌત્ર અનંત અંબાણી
અને રાધિકા મર્ચંટ પ્રી વેડિંગ સેરેમની બાદ કોકીલાબેન અનંત અને રાધિકા માદરે વતન ચોરવાડ પહોંચ્યા હતા. ચોરવાડમાં શહેરીજનો માટે ભોજન સમારોહ યોજાયો હતો જ્યાંથી કોકીલાબેન સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા.
આપણે જણાવી દઈએ કે થોડાક દિવસો પહેલા મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી ના પ્રિ વેડિંગ સેરેમની જામનગર ખાતે યોજવામાં આવી હતી ત્યાં પણ જામનગર ના લોકો ને સંબોધીને તેમનો આભાર માન્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment