મિત્રો ગુજરાત રાજ્યમાં ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાઈ રહ્યા છે અને લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં ધીમે ધીમે તાપમાન વધશે અને ઉનાળામાં ગરમીનો અહેસાસ થવા લાગશે
જોકે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે. જેની અસર વાતાવરણ અને તાપમાન પર થશે અને તેઓ અંબાલાલ પટેલ નો અનુમાન છે.ગુજરાતની જાણીતી ન્યુઝ ચેનલ ન્યુઝ 18 સાથે વાતચીતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે
જેમાં પંજાબ હરિયાણા રાજસ્થાનના ભાગો સુધી અસર જોવા મળશે અને ગુજરાતના ભાગોમાં ભારે પવન ફૂંકાશે છે અને કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ વધુ રહેશે.અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 13 થી 15 માર્ચના રોજ સવારે ઠંડા પવન રહેશે અને 14 માર્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે
અને વાદળો પણ જોવા મળી શકે છે અને ગુજરાત અને કચ્છના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને 15 થી 20 માર્ચે ફરી એકવાર વેસ્ટન ડીસ્ટર્બન્સ આવશે.શિયાળામાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહ્યું છે જેના કારણે ઠંડી ઓછી પડી અને કોલ્ડવેવ ની આગાહી આવી નથી પરંતુ ઉનાળામાં કાળજાળ ગરમી પડશે તેવી શક્યતા છે અને સામાન્ય તાપમાન કરતા ઓછું તાપમાન રહેવાનું અનુમાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment