ધીમે ધીમે ગરમીની શરૂઆત થતા જ લીંબુના ભાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો થયો છે ત્યારે 80 રૂપિયાના ભાવે મળતા લીંબુ હવે ડબલ થઈ ગયા છે મતલબ કે 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે અને માર્ચ મહિનામાં જ લીંબુના ભાવે દાળની ખટાશ ઓછી કરી દીધી છે
ત્યારે હવે મિડલ ક્લાસ અથવા ગરીબ વર્ગની તમામ ગૃહિણીઓને ચિંતા સતાવી રહી છે કે આગામી સમયમાં લીંબુના ભાવમાં વધારો થશે કે નહીં?ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં લીંબુના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે
હજુ તો દોસ્તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે લીંબુએ ડબલ સદી મારતા આગામી સમયમાં લીંબુના ભાવ કેટલી સદી મારે એ જ ચિંતા નો વિષય છે ત્યારે હજુ થોડાક સમય પહેલાની જ વાત કરીએ તો લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા
અને રમજાન મહિના પહેલા જ 180 રૂપિયાના ભાવ પત્તા લોકોએ વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે.વેપારીઓના જણાવ્યા મુજબ લીંબુના ભાવમાં હજુ વધારો થાય તેવી શક્યતા છે અને લીંબુ અને ફ્રુટનો સૌથી વધુ ઉપયોગ
ઉનાળામાં થતો હોય છે ત્યારે લીંબુનો ઉનાળામાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ પણ કરવો પડે ત્યારે લીંબુ શરબત લીંબુ સોડા વગેરેના ભાવમાં વધારો થશે કારણ કે લીંબુના ભાવ હવે આસમાની સપાટીએ પહોંચી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment