ભારતમાં યુવાનોને ડ્રગ્સ થી અને નસીલા પેદાશોથી દૂર રાખવા માટે સરકાર અને પોલીસના પ્રયાસ તો શરૂ જ હોય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પોલીસ ઉપર જ સવાલ ઊઠે તો કેવું થાય? એક વિદ્યાર્થી નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
અને તેમાં તે એક ઇવેન્ટ દરમિયાન પોલીસ અધિકારીને એવા સવાલ પૂછતા જોવા મળે છે.આ વીડિયોમાં એક પોલીસ અધિકારી લોકોને સંબોધતા જોવા મળી રહ્યા છે અને સમગ્ર ઓડિટોરિયમ વિદ્યાર્થીઓથી ભરેલું છે. આ દરમિયાન એક યુનિવર્સિટી નો વિદ્યાર્થી ઉભો થાય છે
ને સ્ટેજ પર ઉભેલા અધિકારીને પ્રશ્ન કરે છે કે અમે ડ્રગસ પર સેમીનાર સાંભળી રહ્યા છીએ પરંતુ યુનિવર્સિટી ડ્રગ્સ વ્યસન નું સૌથી મોટું કેન્દ્ર છે અહીંયા અમે ચાર પાંચ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બેઠા છે અને આજના સંબંધિત કોઈપણ વસ્તુ મેળવીએ ચોકલેટ ખરીદવા જેટલું સરળ છે.
A student from Dr. B.R. Ambedkar National Law University, Sonipat, showed courage by addressing an issue that the police were avoiding discussing.
— Divya Gandotra Tandon (@divya_gandotra) March 8, 2024
જો પ્રથમ વર્ષ કે બીજા વર્ષનો વિદ્યાર્થી પેકિંગની મદદથી ગાંજાના વેપારીને શોધી શકે તો પોલીસ આવું કેમ નથી કરી શકતી? શું પોલીસનો તેની પાસે હાથ રહેલો છે?વિદ્યાર્થી આગળ કહે છે કે સર કોલેજની સામે પોલીસ ચોકી પાસે ગાંજા નું વેચાણ થાય છે.
શું તમને નથી લાગતું કે આ પોલીસની નિષ્ફળતા છે તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીના પ્રશ્નનો જ ભાગ રાખવામાં આવ્યો છે વિદ્યાર્થીનો સવાલ સાંભળીને પોલીસ અધિકારી શું જવાબ આપી રહ્યા છે તે આ વાયરલ વીડિયોમાં નથી જોવા મળી રહ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment