રોડ વચ્ચે નમાજ પઢતા મુસ્લિમ યુવાનોને લાતે લાતે માર્યા આ પોલીસ કર્મચારીએ અને પછી થઈ ગઈ મોટી બબાલ…જુઓ વિડિયો

દિલ્હીના ઈન્દ્રલોકમાં શુક્રવારના રોજ નમાજ અદા કરી રહેલા યુવકોને લાત મારવા બદલ એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નમાજ કરતા લોકોને લાત મારતા પોલીસ કર્મચારી નો વિડીયો સોશ્ય મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

અને આ મામલે દિલ્હીમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સામસામે આવ્યા છે. ઇન્દ્ર લોકમાં કેટલાક લોકો રસ્તાની વચ્ચે બેસીને શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા દરમિયાન એક પોલીસ કર્મચારી આવે છે અને નમાજ અદા કરી રહેલા યુવકોને રસ્તા પરથી લાત મારીને હટાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની આ કાર્યવાહીને કારણે રસ્તા પર ભીડ વ્યક્તિ થઈ ગઈ અને વિરોધ કરવા લાગ્યા અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. આ અંગે કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીએ

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને પછી ડીસીપી નોર્થ મનોજ મીનાએ આ મામલાની ગંભીર તપાસના આદેશ આપ્યા અને આરોપી પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.

જ્યારે તેલંગાણાના ભાજપના ધારાસભ્ય પી રાજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને દિલ્હી પોલીસને સપોર્ટ આપ્યો છે અને તેને કહ્યું કે દેશભરમાં 6,00,000 મસ્જિદો છે તો રસ્તા રોકીને નમાજ પડવાનો શું મામલો શું અર્થ છે પોલીસે કશું ખોટું કર્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*