રાજભા ગઢવી ને ગુજરાતના લોક સાહિત્યનું ઘરેણું કહેવામાં આવે છે કારણ કે એક પણ ચોપડી ભણ્યા વગર તેઓએ ઘણી બધી રચનાઓ ઘણી બધી કવિતાઓ રચી છે અને યુવાનો સુધી આપણા ઈતિહાસની આપણા વડવાઓની વાતને પહોંચાડી છે.
રાજભા ગઢવી ગીર માં જ રહે છે અને તેઓએ તેમનું બાળપણ પણ ત્યાં જ વિતાવ્યું છે. ક્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં રાજભા ગઢવી ધૂર્સકે ધૂર્સકે રડી રહ્યા છે.મિત્રો વાત જાણે એમ છે કે રાજપરા ગીર સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો
અને જેમાં ચારણ ગઢવી સમાજના લાખો યુવાનો એકઠા થયા હતા. મિત્રો આ સમૂહ લગ્નમાં લગભગ 19 જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે ત્યારે આ શુભ પ્રસંગે રાજભા ગઢવી ને જ્યારે સંબોધવા માટે માયક આપ્યું
ત્યારે સૌથી પહેલા તો સ્ટેજ ઉપર બેઠેલી માવડીયુંને વંદન કર્યા અને સંબોધતા સમયે ગંગાબાની વાત કરતા કરતા તેમના આંખ માંથી આંસુ નીકળી ગયા.પણ આ આંખમાંથી નીકળેલા આંસુ રાજભાની ખુશીને આંસુ હતા
કારણ કે ગઢવી સમાજના ગીરમાંથી આવનારા તમામ યુવાન હોય આ લગ્ન ઉત્સવ માં રાત દિવસ મહેનત કરી હતી. કોઈપણ યુવાનને કામ સિધવામાં આવે તો તેને એક કામ રાતે જાગીને પણ કર્યું છે એટલા માટે રાજભાની ખુશી માંથી આસુ નીકળી ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment